યાત્રાધામ યમુનોત્રીનો હાઇવે બંધ થયો, ભારે વરસાદથી ભેખડ ધસી પડી
- દહેરાદૂનમાં હજુય ભારે વરસાદની આગાહી
ડબરકોટ (દહેરાદૂન) તા.31 જુલાઇ 2019, બુધવાર
ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનના યાત્રાધામ યમુનોત્રી તરફ જતા ડબરકોટ હાઇવે પર ભારે વરસાદના કારણે મંગળવારે રાત્રે ભેખડ ધસી પડતાં આ હાઇવેને તત્કાળ બંધ કરી દેવામાં આવ્યો હતો. છેલ્લા થોડા દિવસથી અહીં સતત વરસાદ પડી રહ્યો હતો.
હવામાન વિભાગે હજુ ભારે વરસાદની આગાહી કરી હતી. સિક્યોરિટીના કારણે ડબરકોટ વિસ્તારમાં બંને તરફના ટ્રાફિકને અટકાવી દેવામાં આવ્યો હતો. દહેરાદૂન ઉપરાંત પિથોરાગઢ, ચમોલી, ઉત્તરકાશી અને નૈનિતાલમાં પણ ગાજવીજ સાથે ભરે વરસાદની આગાહી હવામાન ખાતાએ એક ખાસ બુલેટીન બહાર પાડીને કરી હતી.