mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

Silkyara Tunnel : PM મોદીએ સિલ્કયારા ઓપરેશનની સફળતા અંગે ટ્વિટ કરી કહ્યું, ‘શ્રમિકોના સાહસ-ધૈર્ય અને રેસ્ક્યૂ ટીમને સલામ’

PM મોદીએ કહ્યું, શ્રમિકોની હિંમત અને ધૈર્ય દરેક વ્યક્તિને પ્રેરણા આપનારી, બચાવ કાર્ય સાથે જોડાયેલા તમામ લોકોની અથાગ મહેનતને પણ સલામ

Updated: Nov 28th, 2023

Silkyara Tunnel : PM મોદીએ સિલ્કયારા ઓપરેશનની સફળતા અંગે ટ્વિટ કરી કહ્યું, ‘શ્રમિકોના સાહસ-ધૈર્ય અને રેસ્ક્યૂ ટીમને સલામ’ 1 - image

નવી દિલ્હી, તા.28 નવેમ્બર-2023, મંગળવાર

Uttarakhand Silkyara Tunnel Rescue : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 શ્રમિકો માટે આજે નવો સુરજ ઉગ્યો છે. ટમનમાંથી તમામ શ્રમિકોને સુરક્ષિત બહાર કઢાયા છે. તો આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા શરૂઆતથી જ ઓપરેશન પર સતત નજર રાખવામાં આવી રહી હતી, ત્યારે શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવા અંગે PM મોદીએ ખુશી વ્યક્ત કરતા શ્રમિકોના સાહસ અને ધૈર્ય તેમજ રેસ્ક્યૂ ટીમની અથાગ મહેનતને સલાહ કહી બિરદાવી છે.

PM મોદીએ કર્યું ટ્વિટ

PM મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ઉત્તરકાશીમાં અમારા શ્રમિક ભાઈઓના બચાવ અભિયાનની સફળતા દરેકને ભાવુક કરનારી છે. સુરંગમાં જે મિત્રો ફસાયા હતા, તેમને હું કહેવા માંગુ છું કે, તમારી હિંમત અને ધૈર્ય દરેક વ્યક્તિને પ્રેરણા આપી રહ્યું છે. હું તમને બધાને કુશળતા અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરું છું. આ ખૂબ જ સંતોષની વાત છે કે, લાંબી રાહ જોયા બાદ હવે અમારા આ મિત્રો તેમના પ્રિયજનોને મળશે. આ તમામ શ્રમિકોના પરિવારજનોએ પણ આ પડકારજનક સમયમાં ધીરજ અને હિંમત રાખી, તેમની ગમે તેટલી કદર કરવી ઓછી પડે તેમ છે. હું આ બચાવ કાર્ય સાથે જોડાયેલા તમામ લોકોની અથાગ મહેનતને પણ સલામ કરું છું. તેમની બહાદુરી અને સંકલ્પ શક્તિએ આપણા શ્રમિક ભાઈઓને નવું જીવન આપ્યું છે. આ મિશનમાં સામેલ દરેક વ્યક્તિએ માનવતા અને ટીમ વર્કનું અદ્ભુત ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

તમામ શ્રમિકોને સુરક્ષિત બહાર કઢાયા

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 શ્રમિકો સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. NDRF-SDRF, ઉત્તરારખંડ પોલીસ, વહિવટી તંત્ર સહિતની ટીમ દ્વારા અથાગ મહેનત બાદ શ્રમિકોને ટનલમાંથી સફળતાપૂર્વક બહાર કઢાયા છે. શ્રમિકોના પરિવારજનોમાં પણ હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. શ્રમિકો બહાર આવવાની સાથે જ તેમનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ટનલ પાસે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (CM Pushkar Singh Dhami), કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહ (નિવૃત્ત) સહિતના નેતાઓ સ્થળ પર ઉપસ્થિત રહી તમામ શ્રમિકોનું સ્વાગત કર્યું હતું.

આ 8 રાજ્યોના શ્રમિકો

ઉલ્લેખનિય છે કે, ટનલ સત્તાવાળાઓએ અગાઉ જાહેર કરેલી યાદી મુજબ આ 41 શ્રમિકોમાં બિહારના 5, ઝારખંડના 15, ઉત્તરપ્રદેશના 8, ઓડિશાના 5, પશ્ચિમ બંગાળના 3 અને ઉત્તરાખંડ-આસામના 2-2, જ્યારે હિમાચલ પ્રદેશના 1 શ્રમિકનો સમાવેશ થાય છે.

Gujarat