India

સહમતિથી સંબંધ બાદ લગ્નની ના પાડવી દુષ્કર્મ નથી', ઉત્તરાખંડ હાઈકોર્ટનો મોટો ચુકાદો

By GS TEAM
15 Feb 20262 mins read
TukuTouch Logo
જસ્ટિસ આશિષ નૈથાનીની સિંગલ બેન્ચે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, “કોઈ પુખ્ત વયની મહિલા દ્વારા આપવામાં આવેલી સહમતિ માત્ર એટલા માટે અમાન્ય બની જતી નથી કારણ કે સંબંધ પાછળથી લગ્નમાં પરિણમ્યા નથી.” ધારા 376 (દુષ્કર્મ) હેઠળ ગુનો ત્યારે જ બને છે જ્યારે એ સાબિત થાય કે આરોપીનો ઈરાદો શરૂઆતથી જ લગ્ન કરવાનો નહોતો અને વચન માત્ર શારીરિક સંબંધ બાંધવાનું સાધન હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

સહમતિથી સંબંધ બાદ લગ્નની ના પાડવી દુષ્કર્મ નથી', ઉત્તરાખંડ હાઈકોર્ટનો મોટો ચુકાદો

Image IANS



Are broken marriage promises rape: ઉત્તરાખંડ હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યું કે, જો સહમતિથી લાંબા સમય સુધી શારીરિક સંબંધો રહ્યા હોય અને ત્યારબાદ લગ્નનું વચન પૂરું ન થાય, તો આવા કિસ્સામાં ગુનો સાબિત કરવા માટે એ સાબિત કરવું જરૂરી છે કે, લગ્નનું વચન શરૂઆતથી જ ખોટું હતું અને માત્ર સહમતિ મેળવવાનું એક બહાનું હતું. જસ્ટિસ આશિષ નૈથાનીની સિંગલ બેન્ચે આરોપી સૂરજ બોરા સામે મસૂરી પોલીસમાં નોંધાયેલા દુષ્કર્મનો કેસ અને ચાર્જશીટ રદ કરી દીધી છે. કોર્ટે ઠરાવ્યું કે, આ કાર્યવાહી ચાલુ રાખવી એ આરોપી માટે ઉત્પીડન સમાન ગણાશે.

હાઈકોર્ટે શું કહ્યું?

જસ્ટિસ આશિષ નૈથાનીની સિંગલ બેન્ચે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, “કોઈ પુખ્ત વયની મહિલા દ્વારા આપવામાં આવેલી સહમતિ માત્ર એટલા માટે અમાન્ય બની જતી નથી કારણ કે સંબંધ પાછળથી લગ્નમાં પરિણમ્યા નથી.” ધારા 376 (દુષ્કર્મ) હેઠળ ગુનો ત્યારે જ બને છે જ્યારે એ સાબિત થાય કે આરોપીનો ઈરાદો શરૂઆતથી જ લગ્ન કરવાનો નહોતો અને વચન માત્ર શારીરિક સંબંધ બાંધવાનું સાધન હતું. આ કેસમાં બંને પક્ષો લાંબા સમયથી સંબંધમાં હતા અને વારંવાર સહમતિથી સંબંધો બંધાયા હતા. જે પ્રારંભિક છેતરપિંડીને બદલે પરસ્પર સહમતિનો સંકેત આપે છે.

આ પણ વાંચો : જેનેટિકલી મોડિફાઈડ પાક ભારત આવશે? US ટ્રેડ ડીલ મુદ્દે સરકારથી રાહુલ ગાંધીના 5 સવાલ

શું છે સૂરજ બોરા કેસ?

મસૂરીની એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, સૂરજ બોરાએ 45 દિવસમાં લગ્ન કરવાની ખાતરી આપીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. પોલીસે તપાસ બાદ 22 જુલાઈ 2023ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી. આરોપીએ હાઈકોર્ટમાં અરજી કરીને કેસ રદ કરવાની માંગ કરી હતી.

બચાવ પક્ષની જડબેસલાક દલીલ

બચાવ પક્ષે દલીલ કરી હતી કે: બંને પુખ્ત વયના હતા. સંબંધ લાંબો સમય ચાલ્યા હતા. એવા કોઈ પુરાવા નથી કે, લગ્નનું વચન કપટપૂર્વકનું હતું. આ માત્ર એક નિષ્ફળ ગયેલો સંબંધ હતો. રાજ્ય સરકાર અને પીડિતા પક્ષે આ દલીલોનો વિરોધ કર્યો હતો, પરંતુ કોર્ટે પરસ્પર સહમતિ અને લાંબા સંબંધને આધાર બનાવીને FIR અને આગળની તમામ કાર્યવાહી રદ કરવાનો આદેશ આપ્યો હતો.