Chardham Yatra: બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ(BKTC)એ ચારધામ અને તેની સાથે જોડાયેલા પ્રમુખ તીર્થસ્થાનોમાં બિન હિન્દુ પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ સ્પષ્ટ કહ્યું છે કે, બદ્રીનાથ અને કેદારનાથ જેવા ધામ કોઈ પ્રવાસ માટેના સ્થળ નથી પણ સનાતન ધર્મના સર્વોચ્ચ આધ્યાત્મિક કેન્દ્ર છે. જ્યાં પ્રવેશને નાગરિક અધિકાર નહીં પણ ધાર્મિક પરંપરાના આધારે જોવા જોઈએ.
'ચારધામ યાત્રા પ્રવાસ માટેનું સ્થળ નથી'
હેમંત દ્વિવેદીએ એ પણ જણાવ્યું કે તમામ પ્રમુખ ધાર્મિક ગુરુઓ અને સંત સમાજનું પણ માનવું છે કે આ પવિત્ર તીર્થસ્થાનો પર બિન હિન્દુનો પ્રવેશ હોવો જોઈએ નહીં, અમે સનાતન પરંપરાઓનું સન્માન કરતાં આ નિર્ણય લઈએ છીએ, ચારધામ યાત્રા આસ્થા અને સાધનાનું કેન્દ્ર છે તે પ્રવાસ માટેનું સ્થળ નથી
ઉત્તરાખંડ સરકારે આડકતરું સમર્થન આપ્યું
BKTC સમિતિના અધ્યક્ષના આ પ્રસ્તાવ પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીનું પણ નિવેદન સામે આવ્યું છે, મુખ્યમંત્રી ધામીએ કહ્યું કે દેવભૂમિ ઉત્તરાખંડમાં જેટલા પણ તીર્થ સ્થાનો છે તેનું સંચાલન કરનારી સંસ્થાઓ અને સંગઠન જે પણ મત બનાવશે સરકાર તે અનુરૂપ કાર્યવાહી કરશે. આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે સ્થાનિક સરકારે પણ પ્રમુખ તીર્થસ્થાનોમાં બિન હિન્દુ પ્રવેશ પર પ્રતિબંધનો મૂડ બનાવી લીધો છે.
કુલ 48 મંદિરોનો સમાવેશ
બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ(BKTC)ના પ્રસ્તાવિત લિસ્ટમાં કુલ 48 મંદિરોનો સમાવેશ થયા છે, જ્યાં બિન હિન્દુ પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની વાત છે. તેમાં કેદારનાથ ધામ, બદ્રીનાથ ધામ, તુંગનાથ, મદમહેશ્વર સહિત અનેક કુંડ અને સમાધિ સ્થળો પણ સામેલ છે.
કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રીએ કર્યો વિરોધ
બીજી તરફ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા હરીશ રાવતે આ પ્રસ્તાવ પર વિરોધ વ્યક્ત કરતાં તંજ કસ્યો છે અને કહ્યું કે જ્યાં જ્યાં પ્રતિબંધ લગાવવો છે ત્યાં સરકારે ખૂલીને પ્રતિબંધ લગાવવા જોઈએ, એક તરફ દુનિયાભરના લોકો તેમના ધર્મ અને સંસ્કૃતિ બતાવવા અને તેને સમજાવવા માટે અન્ય લોકોને આમંત્રિત કરી રહ્યા છે જ્યારે અહીં તેનાથી ઊંધો માહોલ બનાવવામાં આવી રહ્યો છે, આ સાથે હરીશ રાવતે સવાલ પણ ઉઠાવ્યો કે કેટલાય મંદિર અને કાવડ યાત્રાઓમાં બિન હિન્દુ બનાવે છે અને તેને સંભાળે પણ છે તો આવા પ્રતિબંધ કઈ દિશામાં અને કયા વિચાર સાથે લાવવામાં આવી રહ્યા છે તે ભાજપથી વધુ કોઈ ન જાણી શકે
બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ સાથે જોડાયેલા મંદિર/કુંડ/સમાધિનું લિસ્ટ
- કેદારનાથ ધામ
- બદ્રીનાથ ધામ
- તુંગનાથ ખાતે શ્રી તુંગનાથ મંદિર
- બદ્રીનાથ ખાતે માતા મૂર્તિ મંદિર
- બદ્રીનાથ ખાતે બ્રહ્મ કપાલ શિલા અને પરિક્રમા સંકુલ
- સુભાઈ ખાતે ભવિષ્ય બદ્રી મંદિર
- બદ્રીનાથ ખાતે તપ્ત કુંડ (પૂલ અને ગરમ ઝરણું)
- જોશીમઠમાં નરસિંહ મંદિર
- ઉર્ગમ ખાતે ધ્યાન બદ્રી મંદિર
- મધ્યમહેશ્વર ખાતે શ્રી મધ્યમહેશ્વર મંદિર
- ગુપ્તકાશી ખાતે શ્રી વિશ્વનાથ મંદિર
- પાંડુકેશ્વર ખાતે યોગ બદ્રી મંદિર
- ગૌરીકુંડ ખાતે શ્રી ગૌરી મૈયા મંદિર
- બદ્રીનાથ ખાતે શ્રી આદિ કેદારેશ્વર મંદિર
- જયોતિરેશ્વર ખાતે મહાદેવ મંદિર
- અનિમથ ખાતે વૃધ્ધ બદ્રી મંદિર
- બદ્રીનાથ પુરીમાં પંચ શિલા
- બદ્રીનાથ પુરીમાં પંચ ધારા
- શ્રી કેદારનાથ મંદિર પરિસરમાં નાના મંદિરો
- ગુપ્તકાશી ખાતે શ્રી વિશ્વનાથ મંદિર પરિસરમાં નાના મંદિરો
- ઉખીમઠ ખાતે ઓમકારેશ્વર મંદિર
- ત્રિયુગીનારાયણ ખાતે શ્રી ત્રિયુગીનારાયણ મંદિર
- કાલિશિલા ખાતે કાલિશિલા મંદિર
- વસુંધારા
- વસુંધારા ધોધ નીચે ધર્મશિલા
- કેદારનાથમાં ઉદક કુંડ
- ઉખીમઠમાં શ્રી ઉષા દેવી મંદિર
- ઉખીમઠમાં શ્રી બારાહી દેવી મંદિર
- બદ્રીનાથમાં શ્રી વલ્લભાચાર્ય મંદિર
- વિષ્ણુપ્રયાગમાં નારાયણ મંદિર
- સીતા દેવી મંદિર
- પાખીમાં શ્રી નરસિંહ મંદિર
- દરમીમાં શ્રી નરસિંહ મંદિર
- નંદપ્રયાગમાં શ્રી લક્ષ્મી નારાયણ મંદિર
- કુલસારીમાં શ્રી લક્ષ્મી નારાયણ મંદિર
- દ્વારહાટ(અલમોડા)માં શ્રી લક્ષ્મી નારાયણ મંદિર
- ગુડારી(અલમોડા)માં શ્રી લક્ષ્મી નારાયણ મંદિર
- કાલીમઠમાં શ્રી મહાકાલી મંદિર
- કાલીમઠમાં શ્રી મહાલક્ષ્મી મંદિર
- કાલીમઠમાં શ્રી મહાસરસ્વતી મંદિર
- જોશીમઠમાં શ્રી દુર્ગા મંદિર
- જ્યોતિર્શ્વરમાં ભક્તવત્સલ મંદિર
- કેદારનાથમાં માતા પાર્વતી મંદિર
- કેદારનાથમાં ઈશાનેશ્વર મંદિર
- કેદારનાથમાં ગણેશ મંદિર
- કેદારનાથમાં હંસા કુંડ
- કેદારનાથમાં રેતસ કુંડ
- કેદારનાથમાં શંકરાચાર્ય સમાધિ/ શ્રી ભૈરવનાથ મંદિર
આ પણ વાંચો: નાહ્યાને લીધેલી ભારતની ઓચિંતી મુલાકાત બાદ UAEનો મોટો નિર્ણય, પાકિસ્તાનને જોરદાર ઝટકો
જો કે, આ પ્રસ્તાવ પર રાજનૈતિક અને સામાજિક સ્તરે ચર્ચાઓ થવાની ખૂબ સંભાવના છે, જ્યાં એક તરફ સંત સમાજ અને ધાર્મિક સંગઠનોનું સમર્થન મળવાની વાત કહેવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ બંધારણ અને સમાનતાના અધિકારની સાથે જોડી સવાલોનો મારો પણ ચલાવી શકે છે.


