India

અગ્નિ સંસ્કાર બાદ યુવતી જીવતી મળતા બધા ચોંક્યા, ઉત્તર પ્રદેશની હતપ્રભ કરી દેતી ઘટના

By GS TEAM
19 Jun 20252 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં આઠ દિવસ પહેલા જ અજાણી યુવતીના મૃતદેહને પુત્રી શિવાનીના મૃતદેહ તરીકે અંતિમ સંસ્કાર કર્યા હતા. પરંતુ શિવાનીને જીવતી જોઈને પરિવારજનો અને પોલીસ ચોંકી ગઈ હતી. પોલીસે હવે તે અજાણી યુવતીનો મૃતદેહ કોનો હતો તેની તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અગ્નિ સંસ્કાર બાદ યુવતી જીવતી મળતા બધા ચોંક્યા, ઉત્તર પ્રદેશની હતપ્રભ કરી દેતી ઘટના

Image Source- Envato


Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં આઠ દિવસ પહેલા જ અજાણી યુવતીના મૃતદેહને પુત્રી શિવાનીના મૃતદેહ તરીકે અંતિમ સંસ્કાર કર્યા હતા. પરંતુ શિવાનીને જીવતી જોઈને પરિવારજનો અને પોલીસ ચોંકી ગઈ હતી. પોલીસે હવે તે અજાણી યુવતીનો મૃતદેહ કોનો હતો તેની તપાસ શરૂ કરી છે.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, સાતમી જૂનના રોજ હમીરપુર જિલ્લાના જરિયા પોલીસ સ્ટેશનના વીરા ગામની આસપાસ બુંદેલખંડ એક્સપ્રેસ વેના સર્વિસ લેન પુલની નીચે પાણીમાં પોલીસને એક યુવતીનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે આ મૃતદેહને ઓળખવા ભારે પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેને સફળતા મળી ન હતી. ત્યારબાદ મુસ્કરા પોલીસ સ્ટેશન વિસ્તારના બિહુની ગામના રહેવાસી મલખન પ્રજાપતિએ આ મૃતદેહની ઓળખ તેમની પુત્રી શિવાનીના મૃતદેહ તરીકે કરી. ઓળખ સ્પષ્ટ થયા પછી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

પોસ્ટમોર્ટમ પછી પોલીસે મૃતદેહને પરિવારજનોને સોંપ્યો હતો. પરિવારજનોને પણ મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરી દીધો હતો. મલખન પ્રજાપતિએ આ કેસમાં બિહુની ગામમાં રહેતા મહેશ અને તેમના પુત્ર મનોજ સામે અપહરણ અને હત્યાનો કેસ નોંધાવ્યો હતો. પોલીસ તેમને શોધતી હતી. હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. 

આ પણ વાંચો: મોડી રાતે પૂણેમાં ગમખ્વાર અકસ્માત, કાર ઊભી પીકઅપમાં ઘૂસી જતાં 8 લોકોના દર્દનાક મોત

જરિયા પોલીસ સ્ટેશનના ઇનચાર્જ મયંક ચંદેલે જણાવ્યું હતું કે, 'બિહુની ગામની રહેવાસી શિવાનીને તિરાહાથી અટકાયતમાં લેવાઈ છે. તેણે પૂછપરછ દરમિયાન કુટુંબીજનના નામ જણાવ્યા હતા.' પોલીસે મલખન પ્રજાપતિને તાત્કાલિક બોલાવ્યો. તે પોતાની પુત્રી શિવાનીને જોઈ આનંદથી ઉછળી પડ્યો.

શિવાનીએ જણાવ્યું હતું કે 'હું પરિવારથી નારાજ થવાના લીધે ઘર છોડીને જતી રહી હતી.' હવે સવાલ ઊઠ્યા છે કે મલખાન અને તેના કુટુબીઓએ જેના અગ્નિ સંસ્કાર કર્યા હતા તે કોણ છે?