VIDEO : મિર્જાપુરમાં એમ્બ્યુલન્સ પર ટ્રક પલટી, ગર્ભવતી મહિલા સહિત ચારના મોત
Truck-Ambulance Accident in Mirzapur : ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં પૂરઝડપે દોડી રહેલી માટી ભરેલી ટ્રક એમ્બ્યુલન્સ પર પલટી ખાતા ગર્ભવતી મહિલા સહિત ચાર લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સ સંપૂર્ણ ટ્રક નીચે દબાઈ ગઈ છે. આ ઘટનામાં ચારના મોત થયા છે, જ્યારે બેની હાલત ગંભીર છે. ક્રેનની મદદ એમ્બ્યુલન્સમાં ફસાયેલા તમામ મૃતકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે.
કાકરા ભરેલી ટ્રક પલટતા એમ્બ્યુલન્સ ચગદાઈ
મળતા અહેવાલો મુજબ એમ્બ્યુલન્સ સોનભદ્ર જિલ્લાની રહેવાસી ગર્ભવતી મહિલાને વારાણસી હોસ્પિટલ લઈ જઈ રહી હતી. આ દરમિયાન વારાણસી શક્તિનગર સ્થિત અહરૌરા પોલીસ સ્ટેશનના હનુમાન ખીણ પાસે આ ઘટના બની છે. કાંકરા ભરેલી ટ્રકે એમ્બ્યુલન્સને પાછળથી ટક્કર મારી હતી, બાદમાં ટ્રક એમ્બ્યુલન્સ પર પલટી ગઈ છે, જેના કારણે એમ્બ્યુલન્સમાં સવાર ચારના મોત થયા છે. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તેઓએ તુરંત પોલીસની જાણ કરી હતી.
ટ્રક ચાલક ફરાર
પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેસીબીની મદદથી કાકરા ભરેલી ટ્રકને હટાવવાની તેમજ એમ્બ્યુલન્સમાં દબાઈ ગયેલા તમામ મૃતકોને બહાર કઢાયા છે. એમ્બ્યુલન્સમાં સવાર બે અન્ય ઈજાગ્રસ્તોને વારાણસીની ટ્રોમા હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને ઘટનાની વધુ તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં જતું ગંગાનું પાણી પણ રોકો, ભાજપના દિગ્ગજ નેતાની માંગ
આ પણ વાંચો : VIDEO : ઈરાનના પોર્ટ પર ભયાનક વિસ્ફોટ, અહીં હજારો લોકો કરી રહ્યા હતા કામ