Get The App

નશામાં ધૂત બસ ચાલકે ગુસ્સે ભરાઈને 15 લોકોને કચડી નાંખ્યા, 6ના મોત

Updated: Feb 2nd, 2022

GS TEAM


Google News
Google News
નશામાં ધૂત બસ ચાલકે ગુસ્સે ભરાઈને 15 લોકોને કચડી નાંખ્યા, 6ના મોત 1 - image


લખનૌ, તા. 2. ફેબ્રુઆરી 2022 બુધવાર

યુપીના કાનપુરમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં દારુ પીધેલી હાલતમાં એક ઈલેક્ટ્રિક બસના ચાલકે પંદર લોકોને કચડી નાંખ્યા હતા.જેમાંથી 6 લોકોના મોત થયા છે.

પોલીસે બસ ચાલક સત્યેન્દ્ર યાદવની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી.તેણે કહ્યુ હતુ કે, ઘટનાના દિવસે મેં દારુ પીધો હતો .જોકે જે રીતે હું બસ ચલાવતો હતો તે જોઈને કેટલાક મુસાફોર ઉતરી ગયા હતા.કેટલાક લોકોએ પીછો કરીને બસ રોકાવી હતી અને મને માર્યો હતો.એ પછી હું બહુ ગુસ્સે ભરાયો હતો.

ડ્રાઈવરે કહ્યુ હતુ કે, મને લોકોએ માર માર્યો હતો તે પછી મેં ગુસ્સામાં બસ ચલાવી હતી અને્ જે પણ સામે દેખાયુ તેમને કચડી નાંખ્યા હતા.મને સમજમાં નહોતુ આવતુ કે, આ શું થઈ રહ્યુ છે .બસ જ્યારે અથડાઈને રોકાઈ હતી ત્યારે મને ભાન થયુ હતુ કે, ઘણા લોકો બસ નીચે કચડાઈ ગયા છે અને તે પછી હું ભાગી ગયો હતો.

Tags :