Get The App

પ્રયાગરાજ મહાકુંભની તારીખો જાહેર : 45 દિવસ સુધી યોજાશે ઉત્સવ, 40 કરોડ ભક્તો મા ગંગામાં લગાવશે આસ્થાની ડુબકી

13 અખાડાના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મહાકુંભ-2025ની તારીખોની ઔપચારિક જાહેરાત કરાઈ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ટુંક સમયમાં મહાકુંભ-2025ની થીમ અને લોગો સહિતની જાહેરાત કરશે

Updated: Jul 8th, 2023

GS TEAM


Google News
Google News
પ્રયાગરાજ મહાકુંભની તારીખો જાહેર : 45 દિવસ સુધી યોજાશે ઉત્સવ, 40 કરોડ ભક્તો મા ગંગામાં લગાવશે આસ્થાની ડુબકી 1 - image
Image - thekumbhmelaindia.com

પ્રયાગરાજ, તા.08 જુલાઈ-2023, શનિવાર

પ્રયાગરાજમાં યોજાનારા વિશ્વના સૌથી મોટા ધાર્મિક મહાકુંભ-2025ની તારીખોની જાહેરાર કરી દેવામાં આવી છે. આ મહાકુંભ 45 દિવસ સુધી યોજાશે. ભક્તોમાં અનેરો ઉમંગ લાવનાર આ મહાકુંભ દરમિયાન મા ગંગામાં 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આસ્થાની ડુબકી લગાવશે. દરમિયાન 13 અખાડાના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મહાકુંભ-2025ની તારીખોની ઔપચારિક જાહેરાત કરી દેવામાં આવી છે. મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી-2025ના રોજ પ્રથમ શાહી સ્નાન, બીજો શાહી સ્નાન 29 જાન્યુઆરી-2025ના રોજ તેમજ ત્રીજો અને અંતિમ શાહી સ્નાન વસંત પંચમીના રોજ યોજાશે.

મહાકુંભ 2025ની તારીખો જાહેર

12 ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમાએ સ્નાન ઉત્સવ સાથે કલ્પવાસનું સમાપન થશે. જ્યારે 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પર સ્નાન ઉત્સવ સાથે કુંભ મેળાની પૂર્ણાહુતિ થશે. આ મહાકુંભ દરમિયાન 7 મુખ્ય સ્નાન ઉત્સવ ઉજવાશે... આ વખતે મહાકુંભમાં 40 કરોડથી વધુ ભક્તો આવવાની આશા છે. પ્રયાગરાજ વહિવટી તંત્ર દ્વારા તારીખોની જાહેરાત કરાયા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મહાકુંભની તારીખોની ઔપચારિક જાહેરાત કરશે. મહાકુંભ સાથે સંકળાયેલા અધિકારીઓએ સાધુ-સંતોના સ્નાન ઉત્સવોની તારીખો પર મહોર મારી દીધી છે.

CM યોગી આદિત્યનાથ મહાકુંભ-2025ની થીમ અને લોગોની જાહેરાત કરશે

કુંભ મેળાના અધિકારી વિજય કિરણ આનંદે જણાવ્યું કે, અત્યાર સુધીમાં અઢી હજાર કરોડથી વધુની યોજનાઓને મંજૂરી અપાઈ છે. તેમણે કહ્યું કે, ઘણી યોજનાઓ પર કામ પણ શરૂ કરી દેવાયું છે. ઓક્ટોબર 2024 સુધીમાં તમામ બાંધકામો પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. જોકે હજુ સુધી કુંભની થીમ અને લોગોને ફાઈનલ કરાયો નથી. ચર્ચા-વિચારણા બાદ આખરી નિર્ણય સરકાર દ્વારા કરાશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ટૂંક સમયમાં મહાકુંભ 2025ની થીમ અને લોગોની જાહેરાત કરશે.

Tags :