Get The App

૧૯૪૭માં આઝાદી મળી ત્યારે ભારતના ૧ રુપિયાનું મૂલ્ય ૧ યુએસ ડોલર હતું

ભારતને બ્રિટિશ સરકાર પાસેથી ૧૩૦ કરોડ પાઉન્ડ રિઝર્વ પેટે મળ્યા હતા

છેલ્લા ૭૫ વર્ષમાં રુપિયો ડોલરની સરખામણીમાં સતત ગગડતો જ રહયો છે

Updated: Feb 2nd, 2022

GS TEAM


Google News
Google News
૧૯૪૭માં આઝાદી મળી ત્યારે ભારતના ૧ રુપિયાનું મૂલ્ય ૧ યુએસ ડોલર હતું 1 - image


નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી,2022,બુધવાર 

હાલમાં એક ડોલરની કિંમત ૭૪.૮૨ રુપિયા થાય છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે ભારત દેશ આઝાદ થયો ત્યારે ૧ રુપિયા બરાબર ૧ ડોલર વેલ્યુ હતી. આઝાદી પછી દેશે આર્થિક પ્રગતિ કરી હોવા છતાં છેલ્લા ૭૫ વર્ષમાં રુપિયો ડોલરની સરખામણીમાં સતત ગગડતો જ રહયો છે. ભારતને આઝાદી મળી ત્યારે બ્રિટિશ સરકાર પાસેથી ૧૩૦ કરોડ પાઉન્ડ રિઝર્વ પેટે મળ્યા હતા. એ સમયે રુપિયો પણ ખૂબ મજબૂત કરન્સી ગણાતી હતી અને ભારત કોઇ પણ પ્રકારનું વિદેશી દેવું ન હતું. 

 બ્રિટિશ સરકારે ૧૯૩૧માં ભારતના રુપિયાને ગોલ્ડ લિંકથી હટાવીને પાઉન્ડ સ્ટર્લિગ સાથે જોડી દીધો હતો. અંગ્રેજ સરકારના આ પગલાના કારણે રુપિયાની વેલ્યુમાં ઘટાડો થતો રહયો છે.  વાસ્તવમાં તો પાઉન્ડ સ્ટર્લિગની વેલ્યૂએશન ઓછી થવાથી તેની અસર રુપિયાની વેલ્યુ પર પડતી હતી. બ્રિટીશ સરકારે ૧૯૪૯માં સ્ટર્લિગની વેલ્યુ ઘટાડી હતી. સ્ટર્લિંગની નબળાઇના કારણે રુપિયાની વેલ્યુ ઘટવાની શરુઆત થઇ હતી. એક પાઉન્ડ ૨.૮ અમેરિકી ડોલર જેટલો થતો હતો. આથી ભારતને પણ ઘણું નુકસાન ઉઠાવવું પડયું. એક ડોલર સામે રુપિયાની કિંમત ૪.૬૫ જેટલી થવાથી તેની સિધી અસર દેશના વિદેશી મુદ્વા ભંડાર પર થઇ અને ડોલરની સરખામણીમાં રુપિયાની વેલ્યુ સતત ઘટતી રહી હતી.

૧૯૪૭માં આઝાદી મળી ત્યારે ભારતના ૧ રુપિયાનું મૂલ્ય ૧ યુએસ ડોલર હતું 2 - image

સ્વતંત્ર ભારતની સરકારે ગગડી રહેલા પાઉન્ડ સ્ટર્લિગ સાથે રુપિયાની લિંક તોડવાના સ્થાને યથાવત જાળવી રાખી. ૧૯૫૨ સુધી ભારતીય રુપિયા દુનિયાના અનેક દેશોમાં પાવરફૂલ કરન્સી ગણાતી હતી. આંતરરાષ્ટ્રીય કારોબારમાં ભારતીય રુપિયાને ખૂબજ મહત્વ આપવામાં આવતું હતું. ઓમાન, કતાર, બહેરીન અને મધ્ય પૂર્વના કેટલાક દેશોમાં ભારતીય રુપિયાનો કાયદેસર કરન્સીની જેમ ઉપયોગ થતો હતો. ૧૯૫૧માં પ્રથમ પંચવર્ષિય યોજના માટે સરકારે જવાહરલાલ નેહરુ સરકારે દેવું કર્યુ હતું. ૧૯૪૮ થી ૧૯૬૬ વચ્ચે એક ડોલર ૪.૬૬ રુપિયામાં મળતો હતો. ૧૯૫૭માં રુપિયા બરાબર ૧૦૦ પૈસા નકકી કરવામાં આવ્યા હતા. એ પહેલા ૧૬ આના બરાબર ૧ રુપિયો ગણાતો હતો. એવું માનવામાં આવે છે કે ભારતનો રુપિયો જે મજબૂત ના હોતતો અંગ્રેજોએ પાઉન્ડને જ ચલણમાં લાવી દીધું હોત પરંતુ ભારતીય રુપિયાની મજબૂતીના કારણે શકય બન્યું ન હતું. 

આઝાદી પછી ડોલરની સરખામણીમાં રુપિયો સતત ગગડતો રહયો છે 

૧૯૭૫માં એક ડોલર  બરાબર ૮.૩૯ રુપિયા અને ૧૯૮૫માં એક ડોલર બરાબર ૧૨ રુપિયા થતા હતા. ૧૯૯૧માં મોંઘવારીએ માઝા મુકી અને વિકાસ ઠપ્પ થઇ ગયો હતો.  દેશ પાસે વિદેશી મુદ્રા ભંડાર ઓછો હોવાથી એ ડોલરની સરખામણીમાં રુપિયો ગગડીને ૧૭.૯૦ થયો હતો. ૧૯૯૩માં ૩૧.૩૭ અને ૨૦૦૦ થી ૨૦૧૦ સુધીમાં એક ડોલરની કિંમત ૪૦ થી ૫૦ સુધી પહોંચી હતી. આઝાદી પછી રુપિયાનું સતત અવમૂલ્યન થતું રહયું તે આજ સુધી સતત ચાલું રહયું છે. કેટલાક ગાળામાં ડોલર સામે રુપિયો સ્થિર રહયો છે પરંતુ જબરદસ્ત મજબૂતી મેળવી હોય એવું બન્યું નથી. 

ડોલરની સરખામણીમાં રુપિયો 

વર્ષ            ડોલર    રુપિયો 

૧૯૪૭ -      ૧         ૧

૧૯૫૨         ૧       ૪.૬૬ 

૧૯૬૬         ૧       ૫.૬૦

૧૯૭૫         ૧       ૮.૩૯ 

૧૯૮૫         ૧       ૧૨.૦૦

૧૯૯૦         ૧       ૧૭.૯૦

૧૯૯૩         ૧       ૩૧.૩૭

૨૦૦૦         ૧        ૪૦.૧૦

૨૦૧૦         ૧         ૫૧.૦૫

૨૦૧૫         ૧         ૬૭.૧૦

૨૦૨૨          ૧        ૭૪.૬૪

Tags :