Get The App

હિન્ડનબર્ગ સામે જંગ: અદાણીની આરપારની લડાઈ શરૂ, મસ્કને હંફાવનાર ‘વૉચટેલ’ને ઉતારશે મેદાનમાં

હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના માર્કેટ કેપમાં થયેલા મસમોટા ઘટાડા બાદ ગૌતમ અદાણી કરી મોટી તૈયારી

અદાણીએ અમેરિકીના સૌથી મોંઘી અને વિવાદાસ્પદ કેસો લડવામાં માહિર અમેરિકાની લૉ ફર્મ વૉટટેલને કરી હાયર

Updated: Feb 10th, 2023

GS TEAM

Google News
Google News
હિન્ડનબર્ગ સામે જંગ: અદાણીની આરપારની લડાઈ શરૂ, મસ્કને હંફાવનાર ‘વૉચટેલ’ને ઉતારશે મેદાનમાં 1 - image

નવી દિલ્હી, તા.10 ફેબ્રુઆરી-2023, શુક્રવાર

ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી (Gautam Adani) અને અમેરિકી રિસર્ચ ફર્મ હિન્ડનબર્ગ (Hindenburg)... આ બંને તાજેતરમાં ભારત સહિત વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. હિન્ડનબર્ગે 24 જાન્યુઆરી-2023ના રોજ આપેલા રિપોર્ટ બાદ રૉકેટ ગતિએ ઉપર જઈ રહેલા અદાણીના સામ્રાજ્યને હલાવી દીધું છે. અદાણી ગ્રૂપનો લગભગ અડધો અડધ માર્કેટ કેપ (Adani Group MCap) સાફ થઈ ગયો છે. હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યા અદાણીને સૌથી મોટુ નુકશાન થયું છે, જેના કારણે ગૌતમ અદાણીએ હિન્ડનબર્ગ સામે આર-પારની લડાઈ લડવાની તૈયારીઓ આરંભી દીધી છે. આ ક્રમમાં હવે અદાણીએ અમેરિકીના સૌથી મોંઘી અને વિવાદાસ્પદ કેસો લડવામાં માહિર અમેરિકાની લૉ ફર્મ વૉટટેલ (US Law Firm Wachtell)ને હાયર કરી છે. તો જાણીએ અદાણી તરફથી કાનૂની લડાઈ લડી રહેલી આ કંપની વિશે...

કરણ અદાણીના સાસરાએ કર્યો સંપર્ક

ફાઈનાન્શિયલ ટાઈમ્સના અહેવાલો મુજબ હિન્ડનબર્ગના રિપોર્ટના કારણે અદાણી ગ્રૂપમાં ઉથલ-પાથલ અને શેરોમાં આવેલી સુનામીનો સિલસિલો યથાવત્ છે. ગૌતમ અદાણીએ હવે રોકાણકારોને આશ્વાસન આપવા તેમજ જૂથની પ્રતિષ્ઠાને થયેલા નુકસાનનો બદલો લેવા મોટી તૈયારીઓ કરી છે. રિપોર્ટમાં મામલાની જાણકારી રાખનારા સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે, અદાણી-હિન્ડનબર્ગના વિવાદ માટે ભારતની સિરિલ અમરચંદ મંગળદાસ ફર્મે લૉ ફર્મ વૉચટેલનો સંપર્ક કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, સિરિલ શ્રોફ આ ભારતીય કંપનીનું નેતૃત્વ કરે છે અને તેઓ ગૌતમ અદાણીના નજીકના છે.

વૉચટેલે Twitterને કરી હતી મદદ

દરમિયાન વિવાદાસ્પદ મામલાઓનું કાયદાકીય લડાઈ લડવા માટે ‘વૉચટેલ લૉ ફર્મ’ વિશ્વભરમાં પ્રખ્યાત છે. ગત વર્ષ 2022માં વૉચટેલ ખુબ જ ચર્ચામાં આવી હતી. વાસ્તવમાં ટેસ્લાના સીઈઓ એલન મસ્કે જ્યારે 44 અબજ ડૉલરની ટ્વિટ ડીલ તોડી હતી, ત્યારે મસ્કને કોર્ટ સુધી લઈ જવા માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે આ જ વૉચટેલને હાયર કરી હતી. ડેલાવેર કોર્ટમાં ટ્વિટર તરફથી હાયલ કરાયેલ વૉચટેલે જ ડીલ પૂર્ણ કરવા મસ્કને મજબુર કર્યા હતા. વૉચટેલ લો ફર્મ કેસ લડવા માટે તો પ્રખ્યાત છે જ, ઉપરાં તે સૌથી મોંઘી લૉ ફર્મોમાંથી પણ એક છે.

Tags :