Get The App

UPSC Prelims 2025 Result: UPSCએ જાહેર કર્યું CSE પ્રીલિમ્સનું પરિણામ, ડાયરેક્ટ લિંકથી કરો ચેક

Updated: Jun 11th, 2025

GS TEAM

Google News
Google News
UPSC Prelims 2025 Result: UPSCએ જાહેર કર્યું CSE પ્રીલિમ્સનું પરિણામ, ડાયરેક્ટ લિંકથી કરો ચેક 1 - image

UPSC Prelims 2025 Result: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની દ્વારા સિવિલ સેવા પ્રીલિમ્સનું પરિણામ જાહેર કર્યું છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હોય છે, તેઓએ અધિકૃત વેબસાઈટ upsc.gov.in અને upsconline.nic.in પર જઈને પોતાનું પરિણામ ચેક કરીને ડાઉનલોડ કરી શકે છે. પરિણામની ડાયરેક્ટ લિંક પણ જારી કરવામાં આવી છે. 

આ વર્ષે 10 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા દેશની સૌથી મુશ્કેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગણાય છે અને આ વખતે કુલ 979 ખાલી જગ્યાઓ માટે આ પરીક્ષા લેવામાં આવી હતી. સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા મુખ્ય પરીક્ષા માટે સ્ક્રીનીંગ ટેસ્ટ તરીકે કામ કરે છે.

ડાયરેક્ટ લિંક પર પરિણામ ચેક કરો 

પરીક્ષામાં બે ઓબજેક્ટિવ પેપર

  • જનરલ સ્ટડીઝ પેપર-1
  • સિવિલ સર્વિસીસ એપ્ટિટ્યુડ ટેસ્ટ (CSAT – પેપર-2)

ઉમેદવારોએ આ બંને પેપરમાં લઘુત્તમ યોગ્યતા પ્રાપ્ત કરવાની હોય છે, પરંતુ મેરિટ લિસ્ટ માત્ર પ્રથમ પેપર (GS પેપર-1) ના આધારે તૈયાર કરવામાં આવે છે. UPSC પ્રિલિમિનરી પરીક્ષા 2025 નું પરિણામ PDF ફોર્મેટમાં જાહેર કરવામાં આવ્યું છે, જેમાં માત્ર તે ઉમેદવારોના રોલ નંબરો શામેલ છે જેમણે મુખ્ય પરીક્ષા માટે લાયકાત મેળવી છે. આ તબક્કે ઉમેદવારોના નામ અથવા ગુણ જાહેર કરવામાં આવતા નથી.