Get The App

UPSC Mains Result 2023: UPSCએ જાહેર કર્યું મેઈન્સનું રિઝલ્ટ, સત્તાવાર વેબસાઈટ પર જાણી શકાશે

Updated: Dec 8th, 2023

GS TEAM

Google News
Google News
UPSC Mains Result 2023: UPSCએ જાહેર કર્યું મેઈન્સનું રિઝલ્ટ, સત્તાવાર વેબસાઈટ પર જાણી શકાશે 1 - image

UPSC CSE Mains Result 2023 Out: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે. UPSC CSE Mains 2023 પરીક્ષામાં પ્રારંભિક પરીક્ષા પાસ કરનારા 14,000થી વધુ ઉમેદવારો સામેલ થયા હતા. હવે તેનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેને ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ upsc.gov.in પર જઈને ચેક કરી શકે છે. મહત્વનું છે કે, UPSC સિવિલ સર્વિસ મુખ્ય પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોએ ઈન્ટરવ્યૂમાં ભાગ લેતા પહેલા DAF-2 ફોર્મ ભરવું પડશે. 

28 ઉમેદવારોના પરિણામ અટક્યા

આ વર્ષે, UPSC સિવિલ સર્વિસીસની મુખ્ય પરીક્ષા 15 થી 24 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ હતી. 28 ઉમેદવારોના કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવાને કારણે આ તમામના પરિણામ અટકાવી દેવામાં આવ્યા છે. તમામ ઉમેદવારોની માર્કશીટ અંતિમ પરિણામ જાહેર થયાની તારીખથી 15 દિવસની અંદર વ્યક્તિત્વ કસોટી (ઇન્ટરવ્યુ) કર્યા પછી કમિશનની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે અને 30 દિવસ સુધી વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.

પરિણામ કેવી રીતે કરશો ચેક ?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ - upsc.gov.in પર જાઓ.
  • હોમ પેજ પર પરિણામ લિંક પર ક્લિક કરો.
  • પીડીએફ ફોર્મમાં એક નવું પેજ ખુલશે.
  • પીડીએફમાં તમારો રોલ નંબર શોધો.
  • PDF ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો.
Tags :