Get The App

ફરી થોડા સમય માટે ઠપ થઈ UPI સર્વિસ, યુઝર્સ હેરાન, ગુગલ પે અને ફોનપેમાં પેમેન્ટ અટક્યા

Updated: May 12th, 2025

GS TEAM


Google News
Google News
ફરી થોડા સમય માટે ઠપ થઈ UPI સર્વિસ, યુઝર્સ હેરાન, ગુગલ પે અને ફોનપેમાં પેમેન્ટ અટક્યા 1 - image


UPI Service Down: જો તમે UPI દ્વારા પેમેન્ટ નથી કરી રહ્યા તો, તમે એકલા નહીં પરંતુ સમગ્ર દેશમાં આજે 12 મે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) સર્વિસ એકવાર ફરી ડાઉન થઈ છે. જેના કારણે Paytm, PhonePe અને Google Payના યુઝર્સને સૌથી વધુ તકલીફ પડી હતી અને તેઓ UPI પેમેન્ટ કરી શક્યા નહોતા. લોકોને પેમેન્ટ કરવામાં હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. આઉટેજને ટ્રેક કરતી વેબસાઈટ ડાઉનડિટેક્ટરે કહ્યું કે, લગભગ સાંજના 5 વાગ્યાથી યૂપીઆઈમાં આ સમસ્યા શરુ થઈ હતી. સાંજે 7 વાગ્યે સૌથી વધારે 913 ફરિયાદો નોંધવામાં આવી હતી.

એક મહિનાની અંદર આ ત્રીજીવાર UPI સેવા ઠપ

નોંધનીય છે કે, આ પહેલા પણ UPI સેવા ઠપ થઈ હતી. એક મહિનાની અંદર આ ત્રીજીવાર છે કે, UPI સેવા ડાઉન થઈ ગઈ છે. જેમાં ડિજિટલ પેમેન્ટની વિશ્વસનીયતા પર ચિંતાઓ વધી ગઈ છે. જોકે, હવે સર્વિસિસે કામ કરવાનું શરુ કર્યું છે. 

Tags :