ઉત્તર પ્રદેશના આ જિલ્લામાં 52000થી વધુ જન્મ પ્રમાણપત્ર રદ થશે, બાંગ્લાદેશી ઘૂસણખોર દ્વારા પોલ પટ્ટી ખૂલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UP Fake Birth Certificate Scam: ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં એક મોટું દસ્તાવેજ છેતરપિંડીનું રેકેટ સામે આવ્યું છે. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA) દ્વારા ગેરકાયદે બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સની તપાસ દરમિયાન પોલ ખૂલ્યા બાદ, જિલ્લા વહીવટીતંત્રે સલોન ડેવલપમેન્ટ બ્લોકની 12 ગ્રામ પંચાયતોમાં કથિત રીતે જાહેર કરાયેલા 52,846 નકલી જન્મ પ્રમાણપત્રો રદ કરવા માટે ઝુંબેશ શરુ કરી છે.
NIAની તપાસમાં થયો ઘટસ્ફોટ
અહેવાલો અનુસાર, આ મોટા પાયે દસ્તાવેજ છેતરપિંડીનો મામલો જુલાઈ 2024માં ત્યારે પ્રકાશમાં આવ્યો, જ્યારે NIAએ બેંગલુરુથી ગેરકાયદે બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ ઝાકીરની ધરપકડ કરી. ઝાકીર પાસેથી સલોન બ્લોકના એક ગામનું નકલી જન્મ પ્રમાણપત્ર મળી આવ્યું હતું. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ મોટા પાયે છેતરપિંડી રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો છે.
આ પણ વાંચો: યુપી અને હરિયાણાએ વાયુ પ્રદૂષણને ડામવા વર્લ્ડ બેન્ક પાસેથી 4977 કરોડની લોન લીધી
મોટી સંખ્યામાં પ્રમાણપત્રો રદ કરવાની કાર્યવાહી
રાયબરેલીમાં શરુ કરાયેલી આ કાર્યવાહી રાજ્યના વ્યાપક ચકાસણી અભિયાનનો એક ભાગ છે, જેનો હેતુ ગેરકાયદે વિદેશી નાગરિકો અને ઓળખ છેતરપિંડી નેટવર્ક્સને નિશાન બનાવવાનો છે. મુખ્ય વિકાસ અધિકારી (CDO) અંજુલતાએ પુષ્ટિ કરી કે રદ કરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરુ થઈ ગઈ છે. છેલ્લા ત્રણ દિવસમાં 878થી વધુ નકલી પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે. વિકાસ ભવન ખાતે 10 સભ્યોની ચકાસણી ટીમ તહેનાત કરવામાં આવી છે, જ્યાં ખાસ કેન્દ્રમાં પ્રમાણપત્રો રદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
સૌથી વધુ અસરગ્રસ્ત ગામો
ડીપીઆરઓ સૌમ્ય શીલ સિંહે કહ્યું હતું કે 'અસરગ્રસ્ત ગામોમાં દલહેપુર, નૂરુદ્દીનપુર, પૃથ્વીપુર, સંદા સૈદાન, માધોપુર નાનીયા, લાહુરેપુર, સિરસિરા, ગાડી ઇસ્લામ નગર, અવનીશ, ગોપાલ અનંતપુર અને દુભાનનો સમાવેશ થાય છે. એકલા દલહેપુરમાં 13,707 નકલી પ્રમાણપત્રો હતા, ત્યારબાદ નૂરુદ્દીનપુર (10,151) અને પૃથ્વીપુર (9,393) છે.'









