UPમાં મોટી દુર્ઘટના બની, હરદોઈથી લખનઉ આવતી બસ પલટતા 5 લોકોના મોત, 10 ઇજાગ્રસ્ત
Lucknow News: ઉત્તરપ્રદેશની રાજધાની નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો છે. હરદોઈથી લખનઉ આવી રહેલી એક સરકારી બસે કાબુ ગુમાવ્યો અને પલટી મારી ગઈ. ઘણા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, આ ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રીએ ઘટનાની નોંધ લીધી અને ઝડપી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવાનો નિર્દેશ આપ્યો હતો.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ગુરુવારે સાંજે લખનઉમાં કાબુ ગુમાવ્યા બાદ એક ઝડપી રોડવેઝ બસ પલટી ગઈ અને તેમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા જ્યારે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની માહિતી મળતાં પોલીસ અને સ્થાનિક લોકો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઇજાગ્રસ્ત મુસાફરોને બસમાંથી બહાર કાઢીને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા.
તેમણે જણાવ્યું કે, ઘટનાસ્થળે રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું અને જે સમયે આ અકસ્માત થયો ત્યારે રસ્તા પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો હતો. લખનઉ પોલીસ કમિશનર અમરેન્દ્ર સિંહ સેંગરે પુષ્ટિ કરી કે ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે અને 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.