For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

UP:કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ અજયકુમાર લલ્લુને માનહાનિના કેસમાં 1 વર્ષની સજા

શર્માનો આરોપ છે કેઅજયકુમાર લલ્લુએ પીએફ ઘોટાળામાં તેમનું નામ લીધું હતું.

Updated: Mar 18th, 2023

Image Twitter

ઉત્તર પ્રદેશ, તા. 18 માર્ચ 2023, શનિવાર 

ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ અજયકુમાર લલ્લુને માનહાનિના કેસમાં MPMLA કોર્ટે 1 વર્ષની સજા અને રુપિયા 10 હજારનો દંડ ફટકાર્યો છે. માનહાનિના કેસમાં કોર્ટે આ નિર્ણય કરી સજા ફટકારી છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ અજયકુમાર લલ્લુ સામે નવેમ્બર 2019માં તત્કાલિન ઉત્તર પ્રદેશ કેબીનેટ મંત્રી શ્રીકાન્ત શર્માએ કેસ કર્યો હતો. જેના પર આજે કોર્ટે સજા ફટકારી હતી. 

આવા કોઈ કોઈ પદ પર નહોતા અને તેમા તેમની કોઈ ભૂમિકા નહોતી: શર્મા

શ્રીકાન્ત શર્માએ વર્ષ 2019મા અજયકુમાર ઉપર કેસ કર્યો હતો. આ પહેલા શર્માએ નોટીસ આપી લલ્લુને કહ્યુ હતુ કે તે માફી માંગી લે. શર્માનો આરોપ છે કે તેણે પીએફ ઘોટાળામાં તેમનુ નામ લીધુ હતુ. આ રીતે તેમણે જનતાને ગુમરાહ કરી હતી જેથી તેમની માનહાની થઈ હતી. શર્માએ પોતાની સફાઈ આપતા કહ્યું હતું કે તે આવા કોઈ કોઈ પદ પર નહોતા અને તેમા તેમની કોઈ ભૂમિકા નહોતી. 

અજયકુમાર લલ્લુ ઉત્તર પ્રદેશ વિધાનસભા ઈલેક્શન 2022 મા કોંગ્રેસમાથી હાર્યા બાદ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યુ હતુ. અને હવે તેમની જગ્યા પર બૃજલાલ ખાબરી યુપી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા છે. 

Gujarat