India

ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયની તબિયત બગડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

By GS TEAM
1 May 20262 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ મુખ્યાલયમાં આયોજિત શિક્ષણ અને તબીબી સંમેલન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયની તબિયત લથડી હતી. આ પછી તેમને લખનઉની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ હાલમાં ડૉકટરોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. આ કાર્યક્રમ અંગેની એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, બુદ્ધ પૂર્ણિમા અને મજૂર દિવસ નિમિત્તે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આજે(1 મે, 2026) ​​લખનઉના ગાંધી ભવન ખાતે એક ભવ્ય 'રાજ્ય-સ્તરીય શિક્ષક અને ડૉકટર સંમેલન'નું આયોજન કર્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયની તબિયત બગડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

Ajay Rai Hospitalized : ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ મુખ્યાલયમાં આયોજિત શિક્ષણ અને તબીબી સંમેલન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયની તબિયત લથડી હતી. આ પછી તેમને લખનઉની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ હાલમાં ડૉકટરોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. આ કાર્યક્રમ અંગેની એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, બુદ્ધ પૂર્ણિમા અને મજૂર દિવસ નિમિત્તે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આજે(1 મે, 2026) ​​લખનઉના ગાંધી ભવન ખાતે એક ભવ્ય 'રાજ્ય-સ્તરીય શિક્ષક અને ડૉકટર સંમેલન'નું આયોજન કર્યું.

અજય રાયે આ જ પોસ્ટમાં જણાવ્યું કે, રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકો અને જીવનના રક્ષક ડૉકટરો સાથે સહયોગમાં કામ કરીને ન્યાયી અને સમૃદ્ધ રાજ્ય બનાવવાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો. ઉત્તર પ્રદેશના ભવિષ્યનો પાયો આ ખૂબ જ મજબૂત સ્તંભો પર ટકેલો છે. 

ઉલ્લેખનીય છે કે, અજય રાયની રાજકીય સફર ખૂબ જ રસપ્રદ રહી છે. રાજ્યભરમાં તેમની સક્રિય ભાગીદારીની સાથે તેમને વારાણસીના રાજકારણમાં એક અગ્રણી સ્થાનિક વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે.

અજય રાયની રાજકીય શરૂઆત

વારાણસીમાં અજય રાયનો જન્મ થયો છે અને ત્યાંથી જ તેમને જમીની સ્તરે રાજનીતિમાં પ્રવેશ કર્યો. છાત્ર રાજનીતિમાં આવેલા અજય રાયની સ્થાનિક સ્તરની પકડ ઘણી મજબૂત હોવાનું મનાય છે. તેમણે ભારતીય જનતા પાર્ટીથી રાજકીય શરૂઆત કરી હતી અને 90ના દાયકામાં વારાણસી ક્ષેત્રથી ધારાસભ્ય બન્યા હતા. તેમણે ભાજપ છોડીને પછી સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. 

આ પણ વાંચો: કુમાર વિશ્વાસ, સત્યેન્દ્ર જૈન અને AAP નેતાઓની મુશ્કેલી વધી ! MP-MLA કોર્ટનું તેડું

2014ની લોકસભા ચૂંટણી વારાણસીથી લડ્યા

જો કે, અજય રાય લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. ત્યારબાદ તેઓ બસપામાં જોડાયા. બાદમાં 2012માં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા. અજય રાયે 2014ની લોકસભા ચૂંટણી વારાણસી મતવિસ્તારથી લડી હતી. આ ચૂંટણીમાં તેમના વિરોધી ભાજપના નરેન્દ્ર મોદી હતા. આ ચૂંટણીમાં રાયને કારમી હારનો સામનો કરવો પડ્યો. હાર છતાં તેઓ કોંગ્રેસ પાર્ટીના એક મજબૂત સ્થાનિક ચહેરા તરીકે ઉભરી આવ્યા. ત્યારબાદ 2023માં કોંગ્રેસે તેમને ઉત્તર પ્રદેશ એકમના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા.