Get The App

ભારત કે પાકિસ્તાન... સૌથી વધુ ગરીબો કયા દેશમાં ? UNએ જાહેર કર્યો પાંચ દેશનો રિપોર્ટ

Updated: Oct 18th, 2024

GS TEAM

Google News
Google News
ભારત કે પાકિસ્તાન... સૌથી વધુ ગરીબો કયા દેશમાં ? UNએ જાહેર કર્યો પાંચ દેશનો રિપોર્ટ 1 - image


UN Poverty Report : સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં પાંચ દેશોના ગરીબીરેખા હેઠળ જીવતા લોકોના આંકડા જાહેર કર્યાં છે. જેમાં વિશ્વમાં એક અબજથી વધુ લોકો અત્યંત ગરીબીમાં જીવે છે, જેમાંથી અડધા તો બાળકો છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) અને ઓક્સફર્ડ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 83 ટકાથી વધુ ગરીબ લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે અને આટલા જ ટકા લોકો સબ-સહારા આફ્રિકા અને દક્ષિણ એશિયામાં રહે છે.

112 દેશોના ડેટાનું વિશ્લેષણ 

યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ઓક્સફર્ડ 2010 થી દર વર્ષે બહુપરીમાણીય ગરીબી સૂચકાંક બહાર પાડે છે. જેમાં આરોગ્ય, શિક્ષણ અને જીવનધોરણ સહિત 10 સૂચકાંકોને ધ્યાનમાં રાખવામાં આવે છે. આ વર્ષના ઇન્ડેક્સમાં 112 દેશોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં વિશ્વની 6.3 અબજ વસ્તી રહે છે.

આ પણ વાંચો : તાનાશાહ યૂક્રેનનું વધારશે ટેન્શન, રશિયાને યુદ્ધમાં લડવા માટે આપશે 12000 સૈનિકો ! દ.કોરિયાના દાવાથી ખળભળાટ

ઇન્ડેક્સ મુજબ, 1.1 અબજ લોકો અત્યંત ગરીબી હેઠળ જીવી રહ્યા છે, જેમાંથી લગભગ અડધા પાંચ દેશો એટલે ભારતમાં 23.4 કરોડ, પાકિસ્તાનમાં 9.3 કરોડ,  ઇથોપિયા 8.6 કરોડ, નાઇજીરીયામાં 7.4 કરોડ અને કોંગોમાં 6.6 કરોડ રહે છે.

મોટાભાગના બાળકો ગરીબીમાં

રિપોર્ટ અનુસાર, અત્યંત ગરીબીમાં જીવતા લગભગ અડધા લોકો, એટલે કે 584 મિલિયન 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે. તેમાંથી 317 મિલિયન લોકો સબ-સહારા આફ્રિકામાં રહે છે, જ્યારે 184 મિલિયન લોકો દક્ષિણ એશિયામાં રહે છે. આ મુજબ, અફઘાનિસ્તાનમાં ગરીબી વધી છે અને ગરીબ બાળકોનું પ્રમાણ લગભગ 59 ટકા જેટલું વધારે છે.

આ પણ વાંચો : VIDEO: પાકિસ્તાનમાં હિંસા, કૉલેજમાં દુષ્કર્મની ઘટના મુદ્દે વિદ્યાર્થીઓ-પોલીસ વચ્ચે ઘર્ષણ, સ્કૂલો-કૉલેજો બંધ, 600ની ધરપકડ

117 મિલિયન લોકોને પોતાના ઘર છોડીને વિસ્થાપિત થવું પડ્યું

યુએનડીપી અને ઓક્સફોર્ડે જણાવ્યું હતું કે, આ વર્ષનો રિપોર્ટ સંઘર્ષ વચ્ચે ગરીબી પર ધ્યાન કેન્દ્રિત કરે છે, કારણ કે 2023 માં બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી વધુ સંઘર્ષ જોવા મળ્યો હતો અને યુદ્ધ, આપત્તિઓ અને અન્ય પરિબળોને કારણે અત્યારસુધીના સૌથી વધુ 117 મિલિયન લોકોને પોતાના ઘર છોડીને વિસ્થાપિત થવું પડ્યું હતું.

Tags :