India

CJI દલિત છે એટલે ઊંચી જ્ઞાતિના લોકોને સહન નથી થતું, જૂતાકાંડ અંગે ભડક્યા કેન્દ્રીય મંત્રી

By GS TEAM
10 Oct 20252 mins read
TukuTouch Logo
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ ગુરૂવારે માંગ કરી કે, CJI બી. આર. ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર વ્યક્તિ સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનતાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ કેસ દાખલ થવો જોઈએ. આ ઘટના એટલે થઈ કારણ કે, ઉચ્ચ જાતિના અમુક લોકો એ વાત સ્વીકાર ન કરી શક્યા કે, દલિત સમુદાયથી આવનારા ન્યાયાધીશ આટલા મોટા પદ પર પહોંચી ગયા.

Summarized by AI; it may make mistakes. Check important info

CJI દલિત છે એટલે ઊંચી જ્ઞાતિના લોકોને સહન નથી થતું, જૂતાકાંડ અંગે ભડક્યા કેન્દ્રીય મંત્રી

CJI Gavai: કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ ગુરૂવારે માંગ કરી કે, CJI બી. આર. ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર વ્યક્તિ સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનતાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ કેસ દાખલ થવો જોઈએ. આ ઘટના એટલે થઈ કારણ કે, ઉચ્ચ જાતિના અમુક લોકો એ વાત સ્વીકાર ન કરી શક્યા કે, દલિત સમુદાયથી આવનારા ન્યાયાધીશ આટલા મોટા પદ પર પહોંચી ગયા. 

આ પણ વાંચોઃ મધ્યપ્રદેશમાં બાળકોના મોત બાદ મમતા સરકારે 'જીવલેણ' કોલ્ડ્રિક કફ સિરપ સામે પ્રતિબંધ મૂક્યો

આરોપી પર એસ.સી/એસ.ટી એક્ટ હેઠળ કાર્યવાહીની માંગ

પ્રમુખ દલિત નેતા, સામાજિક ન્યાય અને અધિકાર રાજ્ય મંત્રી આઠવલેએ એક સંમેલનમાં કહ્યું કે, 'આ ઘટના નિંદનીય છે. ચીફ જસ્ટિસ પર હુમલાનો પ્રયાસ પહેલીવાર થયો છે. ભૂષણ ગવઈ દલિત સમુદાયમાંથી આવે છે અને તેમણે પોતાની યોગ્યતાના આધારે આ પદ મેળવ્યું છે. અમુક ઉચ્ચ જાતિના લોકો આ તથ્ય પચાવી નથી શકતા. હું માંગ કરૂ છું કે, આરોપી પર એસસી/એસટી એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવે. કારણ કે, ગવઈ પર એટલા માટે આ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો કારણ કે, તે દલિત છે. આ પહેલાં કોઈપણ ચીફ જસ્ટિસ પર આ પ્રકારનો હુમલો કરવામાં નથી આવ્યો.'

CJIની પ્રતિક્રિયા

CJI ગવઈએ કહ્યું કે, 'હું અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રન એ સમયે સ્તબ્ધ રહી ગયા જ્યારે એક વકીલે મારા પર જૂતું ફેકવાનો પ્રયાસ કર્યો. સોમવારે (6 ઓક્ટોબર) જે કંઈપણ થયું તેમાં હું અને મારા વિદ્વાન સાથી (જસ્ટિસ ચંદ્રન) ખૂબ સ્તબ્ધ છીએ. અમારી માટે આ ક્યારેય ન ભૂલી શકાય એવી ઘટના છે.'

આ પણ વાંચોઃ ભારતમાં ૫૦ ટકાથી વધારે કોલેજોમાં એઆઇનો ઉપયોગ, સર્વેમાં એઆઇ ટૂલ્સના ભયસ્થાનનો પણ ઉલ્લેખ

તે દિવસે શું બન્યું હતું?

સોમવારે, રાકેશ કિશોર નામના 72 વર્ષીય વકીલે કોર્ટમાં CJI ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો. જોકે, સુરક્ષા કર્મચારીઓએ તેમને અટકાવ્યા હતા, જેમણે પ્રતિક્રિયા આપી હતી. ત્યારબાદ CJI એ કિશોરને ત્યાંથી જવા કહ્યું. દિલ્હી પોલીસે પણ પરિસરમાં લાંબી પૂછપરછ બાદ વકીલને છોડી દીધો. બુધવારે બેંગલુરુમાં કિશોર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને કિશોરનું સભ્યપદ પણ રદ કર્યું છે. તેમને સુપ્રીમ કોર્ટમાં પ્રવેશવાથી પણ રોકી દેવામાં આવ્યા છે. જૂતા ફેંકવાની ઘટનાના આરોપીનો દાવો છે કે તે ભગવાન વિષ્ણુની મૂર્તિ અંગે CJIની ટિપ્પણીથી નારાજ હતો.