Get The App

'સરકાર વિષકન્યા જેવી, જેની સાથે જાય એને ડૂબાડી દે...', ગડકરીનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન

Updated: Sep 30th, 2024

GS TEAM

Google News
Google News
'સરકાર વિષકન્યા જેવી, જેની સાથે જાય એને ડૂબાડી દે...', ગડકરીનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન 1 - image


Union Minister Nitin Gadkari: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર તેમણે એક કાર્યક્રમમાં ચર્ચાસ્પદ નિવેદન આપતાં કહ્યું કે, દરેક કાર્ય સરકારના ભરોષે થતું નથી. મારો અભિપ્રાય છે કે જે પણ પક્ષ સરકારમાં હોય તેમને દૂર રાખો. સરકાર એક વિષકન્યા જેવી છે, તે જેની સાથે જાય તેને ડુબાડી દે છે. તમે આ જાળમાં ન પડો.'

સબસિડી પર ગડકરીએ શું કહ્યું?

નાગપુરમાં વિદર્ભ ઈકોનોમિકલ ડેવલોપમેન્ટ કાઉન્સિલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, 'મારા પુત્રએ મને પૂછ્યું કે 450 કરોડ રૂપિયાની સબસિડી ક્યારે મળશે. મેં કહ્યું કે, ભગવાનને પ્રાર્થના કરો, કારણ કે આમાં કોઈ વિશ્વાસ નથી. સબસિડી આપવામાં આવશે કે નહીં તે અંગે કંઈ કહી શકાય નહીં. હવે 'લાડલી બહેન' જેવી નવી યોજનાઓને કારણે સબસિડીના પૈસા ત્યાં પણ રોકાણ કરવામાં આવી રહ્યા છે, તેથી તેમાં વધુ વિલંબ થઈ રહ્યો છે.'

આ પણ વાંચો: 'દિવાળી પહેલા ખાડામુક્ત શહેર' ના ટારગેટ સાથે રસ્તા પર ઊતર્યા દિલ્હીના મુખ્યમંત્રી આતિશી


'પોતાના દમ પર યોજના બનાવો'

ઉદ્યોગપતિઓને સલાહ આપતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કહ્યું કે, 'પોતાના દમ પર યોજના બનાવો અને સંપૂર્ણપણે સરકાર પર નિર્ભર ના રહો. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે પણ એવું જ થયું જ્યારે તેમને પાવર સબસિડી ન મળી અને તેમની ફેક્ટરીઓ બંધ થવાના આરે હતી. વિદર્ભ ક્ષેત્રમાં 500થી 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરનારા રોકાણકારોની અછત છે, જેના કારણે અહીં મોટા પ્રોજેક્ટ્સ આવી રહ્યા નથી.'

આ દરમિયાન નીતિન  ગડકરીએ જણાવ્યું કે, 'હાલમાં જ ઉદ્યોગપતિ સજ્જન જિંદલે એમજી હેક્ટર કંપનીને ટેકઓવર કરી છે અને તે ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરી રહ્યા છે. મેં તેને કહ્યું કે હું કારનું ધ્યાન રાખીશ, પરંતુ પહેલા તમે નાગપુરમાં કંઈક ચાલુ કરો. ઈલેક્ટ્રિક બસ, ઈલેક્ટ્રિક ટ્રક પણ અમને એવું કોઈ મોટું યુનિટ મળ્યું નથી.'

'સરકાર વિષકન્યા જેવી, જેની સાથે જાય એને ડૂબાડી દે...', ગડકરીનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન 2 - image

Tags :