FOLLOW US

ઉત્તરાખંડ: અનિયંત્રિત કાર શારદા નદીમાં ખાબકી, 3 બાળકો સહિત 5 ના મોત

Updated: May 26th, 2023


                                                         Image Source: Freepik

દહેરાદૂન, તા. 26 મે 2023 શુક્રવાર

મોડી રાતે એક ઈનોવા કાર નિયંત્રણ ગુમાવતા લોહિયાહેડ નજીક શારદા નહેરમાં પડી ગઈ. ઘટનામાં 3 બાળકો અને મહિલા સહિત 5 લોકોના મોત નીપજ્યા. ઘટના બાદ બે ગામમાં માતમ છવાઈ ગયો. પોલીસે મોડી રાતે જ ઈનોવા કારમાંથી પાંચના મૃતદેહ જપ્ત કરીને મોર્ચરીમાં રખાવ્યા. શુક્રવારની સવારે મૃતદેહોનું પંચનામુ કરીને પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ પરિજનોને સોંપી દેવાયા. 

પાવર હાઉસ કોલોની લોહિયાહેડ નિવાસી 38 વર્ષીય દ્રોપતી ઉર્ફે દુર્ગા, 12 વર્ષીય જ્યોતિ અને ઈનોવા કાર ચાલક નગરા તરાઈ નિવાસી 40 વર્ષીય મોહન સિંહ ધામી, બહાદુર સિંહ ધામી ઈનોવા કારમાં સવાર થઈને ગુરૂવારની સાંજે પોતાના ભાઈ અંજનિયા બુઢાબાગ નિવાસી મોહનચંદના ઘરે ગયા હતા. મોડી રાતે પોતાના ભાઈના પુત્ર 5 વર્ષીય સોનુ અને 7 વર્ષીય પુત્રી દીપિકાને લઈને પાછા લોહિયાહેડ પોતાના ઘરે પાછા ફર્યા હતા. ત્યારે ઈનોવા કાર અનિયંત્રિત થઈને પાવર હાઉસ જાળી નજીક શારદા નહેરમાં પડી ગઈ. દરમિયાન જ્યારે તે ઘરે ના પહોંચી તો તેમના ભાઈ મોહનચંદને આની ચિંતા થઈ. જે બાદ તેમણે શોધખોળ શરૂ કરી. ઈનોવા કાર શારદા નહેરમાં પડી ગઈ. જેની માહિતી મોહનચંદે પોલીસને આપી.

મોડી રાતે જ પોલીસ કર્મચારી શારદા નહેર પહોંચ્યા. જ્યાં તેમણે તેમની તપાસ શરૂ કરી. શારદા નહેરમાં પડેલી ઈનોવા કારને મહા જહેમતે દોરડુ અને અન્ય વાહનોની મદદથી ખેંચવામાં આવી. જે બાદ કારમાં ફસાયેલા પાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યા. તેમને 108 સેવા દ્વારા જિલ્લા હોસ્પિટલ લાવવામાં આવ્યા. જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા.

Gujarat
IPL-2023
Magazines