2.5 કરોડના ક્રિપ્ટોકરન્સી કૌભાંડના સૂત્રધાર ઉમેશ વર્માની ધરપકડ
દિલ્હી પોલીસની આિર્થક અપરાધ શાખાએ ક્રિપ્ટો કરન્સી ફ્રોડના કિંગપિંગની ધરપકડ કરી લીધી છે. દુબઇથી દિલ્હી પરત ફરતી વખતે દિલ્હીના ઇન્દિરા ગાંધી નેશનલ એરપોર્ટ પર આ વ્યકિતની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ જ્વેલરી અને ગ્રિટિંગ કાર્ડનો બિઝનેસ કરનાર ઉમેશ વર્માની દિલ્હીની આિર્થક અપરાધ શાખાએ ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર 18 સપ્ટેમ્બરે વર્મા વિરૂદ્ધ છેતરપિંડી એ ફંડનો દુરૂપયોગ કરવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ અગાઉ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે પણ 17 ડિસેમ્બરના રોજ ઉમેશ વર્માની ધરપકડ કરી હતી. ક્રિપ્ટોકરન્સીના કેસમાં વર્મા અને તેમના પુત્ર ભરત વર્મા પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે દર મહિને 20 થી 30 ટકાના વળતરની લાલચ આપીને મોટી રકમ એકત્ર કરી હતી.
તેમણે નવેમ્બર, 2017માં આ સ્કીમ શરૂ કરી હતી. પિતા-પુત્ર બંને રોકાણ કરનારાઓને વળતર પેટે એડવાન્સ ચેક આપતા હતાં. જો કે થોડાક જ સમયમાં આ એડવાન્સ રકમના ચેક બાઉન્સ થતાં વર્મા પરિવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફટ થવા લાગ્યો હતો. ત્યારબાદ તેઓ દુબઇ જતાં રહ્યાં હતાં અને ત્યાં તેમણે આવશ્યક કોંમોડિટીનો બિઝનેસ શરૂ કર્યો હતો.