Get The App

આધાર હેલ્પલાઇન નંબરમાં હેરાફેરી, ટોલ ફ્રિ નંબર અમાન્ય: UIDAI

- એન્ડ્રોઇડ ફોનમાં આધાર માટે ફિડ કરવામાં આવેલો ટોલ ફ્રિ નંબર અમાન્ય છે

Updated: Aug 3rd, 2018

GS TEAM

Google News
Google News
આધાર હેલ્પલાઇન નંબરમાં હેરાફેરી, ટોલ ફ્રિ નંબર અમાન્ય: UIDAI 1 - image

નવી દિલ્હી, તા. 03 ઓગસ્ટ 2018, શુક્રવાર

UIDAIએ કહ્યું છે કે, એન્ડ્રોઇડ ફોનમાં આધાર માટે ફિડ કરવામાં આવેલો ટોલ ફ્રિ નંબર અમાન્ય છે. એન્ડ્રોઇડ ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં પહેલાથી ઉપલબ્ધ નંબર ખોટો છે.

UIDAIએ નીવેદન જાહેર કરી કહ્યું કે, તેમને કોઇ પણ ફોન ઓપરેટર અથવા નિર્માતાને તેવી મંજુરી નથી આપી. UIDAIએ તેમ પણ કહ્યું કે, આ કંપની તેમનો જુનો ટોલ ફ્રિ નંબર ચલાવી રહી છે જે માન્ય નથી.

આધારનો પોતાનો માન્ય નંબર 1947 છે જે બે વર્ષથી શરૂ છે. UIDAIએ આ નિવેદન ત્યારે આપ્યું છે જ્યારે દેશભરના ઘણાં યૂઝર્સને આ નંબર પોતાના કોન્ટેક્ટ લીસ્ટમાં મળ્યાં. આધારે એક નિવેદન જાહેર કરી કહ્યું કે, આધારનો જુનો થયેલો ટોલ ફ્રિ નંબર એન્ડ્રોઇડ ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં જોવા મળી રહ્યો છે.

આધારે કોઇ પણ કંપનીને એવી સુવિધા આપવા કહ્યું નથી. આ માન્ય નંબર નથી. મીડિયા રિપોર્ટમાં આ નંબર ખોટો હોવાની માહિતી સામે આવ્યા પછી UIDAI તરફથી આ સ્પષ્ટતા આપવામાં આવી છે. UIDAIએ કહ્યું કે, આધાર પોતાનો નંબર 1947 બે વર્ષથી ચલાવી રહ્યું છે.