હવે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે પીએડી ફરજિયાત નહીં ઃ યુજીસી
નેટ, સ્લેટ અને સ્લેટ પરીક્ષા કરનારા કોલેજો અને યુનિવર્સિટીઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બની શકશે
આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટેના નિયમમાં ફેરફાર
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૫
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)એ આસિસ્ટન્ટ
પ્રોફેસરની ભરતી માટે પીએચડી ડિગ્રી ફરજિયાત હોવાના નિયમમાં ફેરફાર કર્યો છે.
સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર હવે નેટ,
સેટ અને સ્લેટ જેવી પરીક્ષા પાસ કરનારા પણ આસિસ્ટન્ટ પ્રોફેસર બની શકશે.
યુજીસી ચેરમેન એમ જગદીશકુમારે જણાવ્યું હતું કે આસિસ્ટન્ટ
પ્રોફેસરની નિમણૂક માટે પીએચડીની ડિગ્રી મરજિયાત રહેશે. તમામ ઉચ્ચ શૈક્ષણિક
સંસ્થાઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની નિમણૂક માટે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ
(એનઇટી), સ્ટેટ
એલિજિબિલિટી ટેસ્ટ (એસઇટી) અને સ્ટેટ લેવલ એલિજિબિલિટી ટેસ્ટ (એસએલઇટી) ફરજિયાત
લાયકાત ગણાશે.
૨૦૧૮માં યુજીસીએ યુનિવર્સિટી અને કોલેજોમાં એન્ટ્રી લેવલની
પોસ્ટ માટેના ધોરણો નક્કી કર્યા હતાં. યુજીસીએ તે સમયે ઉમેદવારોને પીએચડી પૂર્ણ
કરવા માટે ત્રણ વર્ષનો સમય આપ્યો હતો.
યુજીસીએ ૨૦૨૧માં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે પીએચડીને લઘુત્તમ લાયકાત
બનાવવાના નિયમમાં આપવામાં આવતી રાહત વધુ બે વર્ષ લંબાવવાનો નિર્ણય લીધો હતો.
તે સમયે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પણ
જણાવ્યું હતું કે વર્તમાન એજયુકેશન સિસ્ટમમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટે પીએચડી ડિગ્રી
ફરજિયાત બનાવવી યોગ્ય નથી. એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસર માટે તે જરૃરી છે.