UGC NETની પરીક્ષાનું શેડ્યૂલ જાહેર, 25 જૂનથી શરૂ થશે એક્ઝામ, અહીં જુઓ આખું ટાઇમટેબલ
UGC NET Exam Date 2025 : UGC NET જૂન 2025 માટે રજીસ્ટ્રેશન કરાયેલા ઉમેદવારને લઈને સમાચાર સામે આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ UGC NET જૂન 2025ની પરીક્ષાનું આખુ ટાઇમટેબલ જાહેર કર્યું છે. NTAએ ગઈકાલે શુક્રવારે (6 જૂન) નેટની પરીક્ષાને લઈને તારીખ જાહેર કરી હતી. NTAની સત્તાવાર માહિતી મુજબ, UGC NETની પરીક્ષા 25 થી 29 જૂન, 2025 દરમિયાન યોજાશે, જેમાં દિવસમાં બે શિફ્ટમાં લેવામાં આવશે.
બે શિફ્ટમાં યોજાશે પરીક્ષા
NTAએ વિષય વાઈઝ નેટની પરીક્ષાનો ટાઇમટેબલ સત્તાવાર વેબસાઈટ ugcnet.nta.ac.in પરથી ડાઉનલોડ કરી શકાશે. તમને જણાવી દઈએ કે, UGC NETની પરીક્ષા સીબીટી મોડમાં કુલ 5 દિવસ માટે આયોજિત કરવામાં આવી છે. જેમાં સવારે 9 થી 12 વાગ્યા સુધીમાં પહેલી શિફ્ટ અને બપોરે 3થી 6 વાગ્યા સુધીમાં બીજી શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવશે.
NTAનું સત્તાવાર નોટિફિકેશન માટે અહી ક્લિક કરો
નોંધનીય છે કે, આ વખતે NTAએ નેટની પરીક્ષામાં શેડ્યૂલમાં કેટલાક બદલાવ કર્યા છે. જેમાં પહેલા 85 વિષય માટે પરીક્ષા 21 જૂનથી 30 જૂન વચ્ચે લેવાની હતી, પરંતુ હવે આ પરીક્ષા 25 જૂનથી 29 જૂન વચ્ચે લેવામાં આવશે.
એડમિટ કાર્ડ પહેલા પરીક્ષાના આશરે 10 દિવસ અગાઉ કઈ જગ્યાએ એટલે કે પરીક્ષા કેન્દ્રની સિટી અંગે સ્લિપ જાહેર થશે. એડમિટ કાર્ડ અને સિટી સ્લિપ બંને NTAની સત્તાવાર વેબસાઈટ ugcnet.nta.ac.in પરી જાહેર કરવામાં આવશે. જેમાં એડમિટ કાર્ડ પરીક્ષાના બે કે ત્રણ દિવસ પહેલા જાહેર કરાશે.