Get The App

જમ્મુ-કાશ્મીરમાં ભયાનક અકસ્માત: મુસાફરો ભરેલી બસ પલટી, 15થી વધુ લોકોના કમકમાટીભર્યા મોત; અનેક ઘાયલ

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
જમ્મુ-કાશ્મીરમાં ભયાનક અકસ્માત: મુસાફરો ભરેલી બસ પલટી, 15થી વધુ લોકોના કમકમાટીભર્યા મોત; અનેક ઘાયલ 1 - image

Udhampur Bus Accident: જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાંથી એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. આજે સવારે રામનગર વિસ્તારમાં એક પેસેન્જર બસ બેકાબૂ થઈને પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 15થી વધુ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

મળતી માહિતી મુજબ, આ બસ રામનગરથી ઉધમપુર તરફ જઈ રહી હતી. રામનગરના ખગોટ વિસ્તારમાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી ગઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે, બસમાં સવાર મુસાફરોની ચીચીયારીઓથી આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી.

રેસ્ક્યૂ ઓપરેશન અને મેડિકલ સહાય

ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોને વધુ સારવાર માટે એરલિફ્ટ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા મૃતકોનો આંકડો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું

વડાપ્રધાને સહાયની કરી જાહેરાત

આ પણ વાંચો: પાકિસ્તાનમાં થનારી શાંતિ મંત્રણા નિષ્ફળ! ટ્રમ્પે કહ્યું આખું ઈરાન રાખ કરી નાંખીશું, તેહરાને શરતો ઠુકરાવી

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે વ્યક્ત કર્યું દુઃખ

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આ ઘટના અંગે સોશિયલ મીડિયા (X) પર પોસ્ટ કરીને ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, મેં ઉધમપુરના ડીસી મિંગા શેરપા સાથે વાત કરી છે. વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ છે અને રાહત કાર્ય તેજ કરી દેવામાં આવ્યું છે. ગંભીર રીતે ઘાયલ મુસાફરોને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સ્થાનિકોમાં રોષ

અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થાનિક લોકો દ્વારા અવારનવાર થતા અકસ્માતોને રોકવા માટે રોડ સુધારણા અને વધુ સારા ટ્રાફિક મેનેજમેન્ટની માંગ કરવામાં આવી રહી છે. હાલમાં અકસ્માતને કારણે અસરગ્રસ્ત રૂટ પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે.