Updated: Feb 24th, 2023
![]() |
Image: Twitter |
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન મુંબઈની એક દિવસીય મુલાકાતે છે. આજે 7:30 વાગ્યે માતોશ્રી બંગલામાં ઉદ્ધવ ઠાકરે સાથે મૂલાકાત કરશે. માર્ચ મહિનામાં ઉદ્ધવ ઠાકરે મુંબઈમાં તમામ વિરોધ પક્ષોની એક મોટી બેઠક બોલાવી છે.સુત્રો પરથી મળતી જાણકારી અનુસાર, ઉદ્ધવ ઠાકરેએ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનને તેમના નિવાસસ્થાને ચા માટે આમંત્રણ આપ્યું છે. AAPના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ અને ભગવંત માન મુંબઈ પહોંચી ગયા છે એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે. આ પૃષ્ઠભૂમિમાં આ બેઠક થઈ રહી છે. આ બેઠક માત્ર રાજકીય હેતુ માટે કરવામાં આવી રહી છે. આ બેઠકમાં વર્ષ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.
ચૂંટણીપંચના આદેશને પગલે શિવસેનાનું નામ અને ચૂંટણીચિહ્ન શિંદે જૂથને મળ્યાં
ગત શુક્રવારે ચૂંટણીપંચના આદેશને પગલે શિવસેનાનું નામ અને ચૂંટણીચિહ્ન શિંદે જૂથને મળ્યાં હતા, ચૂંટણીપંચના આદેશ પછી મંગળવારે રાત્રે મુંબઈની એક ફાઇવસ્ટાર હોટલમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી. પ્રથમ વખત શિવસેનાની આવી બેઠકની અધ્યક્ષતા કોઈ 'ઠાકરે'એ કરી નહોતી.