India

ઉદયપુર ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં ઘટસ્ફોટ, આરોપીઓમાં સામેલ મહિલાએ IT મેનેજરને 'ફસાવી' હતી

By GS TEAM
27 Dec 20252 mins read
TukuTouch Logo
રાજસ્થાનના ઉદયપુરમાં પોલીસે મહિલા આઇટી કંપની મેનેજર પર આચરવામાં આવેલા સામૂહિક દુષ્કર્મના કેસમાં મોટી કાર્યવાહી કરી છે, જેમાં કંપનીના સીઈઓ સહિત ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે. આ સનસનાટીભર્યા કિસ્સાએ રાજ્યભરમાં ખળભળાટ મચાવી દીધો છે. હવે નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે, અને મહિલા એક્ઝિક્યુટિવ હેડની ભૂમિકા શંકાસ્પદ બની રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉદયપુર ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં ઘટસ્ફોટ, આરોપીઓમાં સામેલ મહિલાએ IT મેનેજરને 'ફસાવી' હતી

Udaipur Case: રાજસ્થાનના ઉદયપુરમાં પોલીસે મહિલા આઇટી કંપની મેનેજર પર આચરવામાં આવેલા સામૂહિક દુષ્કર્મના કેસમાં મોટી કાર્યવાહી કરી છે, જેમાં કંપનીના સીઈઓ સહિત ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે. આ સનસનાટીભર્યા કિસ્સાએ રાજ્યભરમાં ખળભળાટ મચાવી દીધો છે. હવે નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે, અને મહિલા એક્ઝિક્યુટિવ હેડની ભૂમિકા શંકાસ્પદ બની રહી છે.

પીડિતાએ આખી ઘટના કહી

અહેવાલો અનુસાર, પીડિતાએ હવે આખી ઘટના કહી છે. તેના જણાવ્યા મુજબ, આ ઘટના શનિવારે (20મી ડિસેમ્બર) બની હતી, જ્યારે કંપનીના સીઈઓએ તેમના જન્મદિવસની ઉજવણી માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. મહિલા મેનેજર પણ ત્યાં હાજર હતી. જેમ જેમ રાત વધતી ગઈ, તેમ તેમ અન્ય મહેમાનો પીડિતાને એકલી છોડીને ચાલ્યા ગયા.

ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે કંપનીના મહિલા એક્ઝિક્યુટિવ હેડે પછી તેને ઘરે છોડી દેવાની ઓફર કરી. તેણી તેને પોતાની કારમાં લઈ ગઈ, જેમાં પહેલાથી જ સીઈઓ જીતેશ સિસોદિયા અને તેના પતિ ગૌરવ સિરોહી હતા. રસ્તામાં ત્રણેયે એક દુકાનમાંથી સિગારેટ જેવી વસ્તુ ખરીદી અને તે મહિલાને આપી. તે પીધા પછી તે બેભાન થઈ ગઈ.  જ્યારે પીડિતા બીજા દિવસે સવારે જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેને ખબર પડી કે તેનું શારીરિક શોષણ થયું છે. ત્યારબાદ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી.

નોંધનીય છે કે, સિગારેટમાં એવું શું હતું જે પીડિતાને બેભાન કરી દેતું હતું તે હજુ સુધી સ્પષ્ટ નથી. પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: VIDEO | મુખ્યમંત્રી નીતિશ કુમારના કાફલાની કારે DSPને જ પાછળથી મારી જોરદાર ટક્કર

તબીબી તપાસ અને નિવેદનના આધારે આરોપીની ધરપકડ

પોલીસના જણાવ્યાનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક ખાનગી IT કંપનીના CEO, કંપનીની મહિલા એક્ઝિક્યુટિવ હેડ, જીતેશ સિસોદિયા અને તેમના પતિ ગૌરવ સિરોહીનો સમાવેશ થાય છે. ગુરુવારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

ઉદયપુરના પોલીસ અધિક્ષક યોગેશ ગોયલે જણાવ્યું હતું કે 'સુખેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેસ નોંધવામાં આવ્યો છે અને ભારતીય દંડ સંહિતા (IPC)ની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પીડિતાની ફરિયાદ, તબીબી અહેવાલ અને પ્રાથમિક તપાસના આધારે પોલીસે આરોપીની અટકાયત કરી હતી. આ કેસની વિગતવાર તપાસ હવે અધિક પોલીસ અધિક્ષક માધુરી વર્માને સોંપવામાં આવી છે. આરોપીઓ સામે શક્ય તેટલી કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.'