Get The App

જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત: કુપવાડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા બે જવાનો શહીદ, બે ઘાયલ

Updated: May 6th, 2025

GS TEAM


Google News
Google News
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત: કુપવાડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા બે જવાનો શહીદ, બે ઘાયલ 1 - image


Jammu Kashmir Accident: જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં મંગળવારે નિયંત્રણ રેખા (LoC) નજીક એક વાહન ખીણમાં ખબકતાં બે સૈનિકો શહીદ થયા હતા જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કરનાહના ટીટવાલ વિસ્તારમાં રેયાલા મુરચાના રોડ પર આ દુર્ઘટના બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, વાહન બેકાબૂ થવાના કારણે વાહન ખીણમાં ખાબક્યું હતું. દુર્ઘટનાના કારણોની તપાસ કરાઈ રહી છે.

જણાવી દઈએ કે, બે-ત્રણ દિવસ અગાઉ જમ્મુ કાશ્મીરના રામબનમાં આ પ્રકારની દુર્ઘટના બની હતી. રામબનમાં સેનાનો ટ્રક ખીણમાં ખાબકી હતી. જેમાં ત્રણ જવાનોના શહીદ થયા હતા.

Tags :