India

પીએનબી નકલી નોટ કેસમાં ઉ.પ્રદેશમાંથી બેની ધરપકડ

By GS Team
21 Sep 20262 mins read
TukuTouch Logo
સહારનપુરમાં PNB કરન્સી ચેસ્ટમાંથી મળેલ 17.29 કરોડની નકલી નોટોની તપાસ રુરકી પહોંચી છે. NIA ટીમે બે લોકોની ધરપકડ કરી, જેમાં એક વ્યક્તિનું PNBમાં ખાતું છે. રુરકીમાં એક ઘરમાં દરોડા પાડી, છત પરથી પ્રવેશી NIA ટીમે પૂછપરછ માટે એક વ્યક્તિને અટકાયતમાં લીધો. આ કેસમાં બેંક કર્મચારીઓની ભૂમિકા બાદ તપાસ NIAને સોંપાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

પીએનબી નકલી નોટ કેસમાં ઉ.પ્રદેશમાંથી બેની ધરપકડ

રુરકી: ઉત્તર પ્રદેશનાં સહારનપુરનાં પીએનબી કરન્સી ચેસ્ટમાં મળેલ ૧૭.૨૯ કરોડ રૂપિયાની નકલી નોટોની તપાસનો દાયરો રૂરકી સુધી પહોંચી ગયો છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)ની ટીમે બે લોકોની ધરપકડ કરી છે. ટીમે રુરકી પહોંચી સ્થાનિક પોલીસની ટીમ સાથે એક ઘરમાં દરોડા પાડયા હતાં. દરોડા દરમિયાન ટીમ એક વ્યક્તિની અટકાયત કરી તેની પૂછપરછ કરવા માટે પોતાની સાથે લઇ ગઇ હતી. એનઆઇએ જે વ્યકિતને પોતાની સાથે લઇ ગઇ છે તેનો સહરાનપુર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંકની એક શાખામાં એક ખાતું બતાવવામાં આવી રહ્યું છે. એનઆઇએએ આ વ્યકિતની ઓળખ જાહેર કરી નથી. એનઆઇએની ટીમ તે વ્યકિતને ક્યાં લઇ ગઇ છે તે પણ બતાવવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે સહારનપુરમાં ૨૯ ઓગસ્ટે સોફિયા માર્કેટ સ્થિત પંજાબ નેશનલ બેંકની કરન્સી ચેસ્ટમાં મોટા પ્રમાણમાં નકલી નોટો મળવાનો કેસ સામે આવ્યો હતો.
તપાસમાં નકલી નોટોનું મૂલ્ય ૧૭.૨૯ કરોડ રૂપિયા બતાવવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં બેંકનાં કર્મચારીની ભૂમિકા સામે આવ્યા પછી તપાસ એનઆઇએને સોંપવામાં આવી છે.
સ્થાનિક પોલીસે તપાસ અંગે કોઇ સત્તાવાર માહિતી આપી નથી. એનઆઇએએ જે ઘરમાં તપાસ કરી તે ઘર અંદરથી બંધ હતું. તેથી એનઆઇએની ટીમે ધાબા પરથી આ ઘરમાં પ્રવેશી હતી. અટકાયતમાં લેવાયેલ વ્યકિતની રુરકીમાં ગુપ્ત સ્થાને લઇ જઇ પૂછપરછ કરવામાં આવી હતી. ટીમ પોતાની સાથે આ વ્યકિતની સાથે એક મહિલા અને બાળકને પણ પોતાની સાથે લઇ ગઇ હતી. જો કે થોડાક પછી પોલીસ આ મહિલા અને બાળકને ઘરમાં પરત મૂકી ગઇ હતી.