(પીટીઆઇ) મામલ્લાપુરમ, તા. ૨૫
તમિલગા વેત્રી કષગમ (ટીવીકે) પ્રમુખ વિજયે રવિવારે આગામી
વિધાનસભા ચૂંટણીને માત્ર એક ચૂંટણી જંગને બદલે મહત્ત્વપૂર્ણ લોકશાહી લડાઇ ગણાવી
જણાવ્યું હતું કે તેમના પક્ષ પાસે સ્થાપિત રાજકીય શક્તિઓને પડકારવાનું સામાર્થ્ય
છે.
વિજયે ટીવીકે કાર્યકરોની સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું
કે હવે જે થવા જઇ રહ્યું છે તે ફક્ત એક ચૂંટણી નથી આ એક લોકશાહી લડાઇ છે. તમે જ
સેનાપતિ છો જે આ લડાઇનું નેતૃત્ત્વ કરશે.
અભિનેતામાંથી રાજકીય નેતા બનેલા વિજયે જણાવ્યું હતું કે
ફક્ત ટીવીકેેમાં જ વર્તમાનમાં સત્તા પર બેસેલા દુષ્ટ તાકાતો અને રાજ્ય પર અગાઉ
શાસન કરી ચૂકેલી ભ્રષ્ટ તાકાતનો સામનો કરવાનું સામાર્થ્ય અને વલણ છે.
તેમનો સ્પષ્ટ ઇશારો સત્તાધારી ડીએમકે અને અગાઉ શાસન કરી
ચૂકેલ એઆઇએડીએમકે તરફ હતો.
તેમણે જણાવ્યું હતું કે દુષ્ટ તાકાત હોય કે ભ્રષ્ટ તાકાત
બંનેએ તમિલનાડુમાં શાસન કરવું ન જોઇએ. ફક્ત અમારામાં જ આવા પક્ષો સામે સાચી અને
નીડર રીતે વિરોધ કરવાનો સામાર્થ્ય અને વલણ છે.
વિજયે પોતાના રાજકીય કારકિર્દીના મૂળ ઉદ્દેશ પર ભાર મૂકતા
જણાવ્યું હતું કે અમે પ્રજાને બચાવવા અને ધરતીને નુકસાન પહોંચાડવા માંગતી કોઇ પણ
વ્યકિતથી તેમનું રક્ષણ કરવા માટે અહીં આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે તેમના પક્ષને મળનારુ સમર્થન
પારંપરિક રાજકીય દળોેની સીમાઓથી આગળ છે અને સમગ્ર રાજ્યના ઘરોમાં તેમને પરિવારના
સભ્ય તરીકે જોવામાં આવે છે.


