Updated: May 26th, 2023
![]() |
image; Twitter |
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન અને અબજોપતિ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર હંમેશા સક્રિય રહે છે. તેઓ દરરોજ કંઈક ને કંઈક પોસ્ટ કરતા રહે છે, જે વાયરલ થઈ જાય છે. આ સાથે તેમના ટ્વિટર એકાઉન્ટ પર તેઓ કેટલાક શ્રેષ્ઠ ફોટોસ અથવા વીડિયો પોસ્ટ કરીને યૂઝર્સને તેના કેપ્શન આપવા પ્રેરિત પણ કરે છે. યૂઝર્સ તેમના મોટિવેશનલ ટ્વિટ્સને ખૂબ પસંદ કરે છે. હવે તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં બાળકોના ટી-શર્ટનો ડેમો બતાવવામાં આવ્યો છે.
This may not get a Nobel prize but it ranks higher than those inventions for me. Because as the grandfather of two young kids, their wellbeing & safety is my highest priority. 👏🏽👏🏽👏🏽 (video credit: @Rainmaker1973 ) pic.twitter.com/ZaSyVMqZG9
— anand mahindra (@anandmahindra) May 25, 2023
એક મિનિટનો આ વીડિયો તમને આશ્ચર્યચકિત કરી દેશે
આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. લગભગ 1 મિનિટના વીડિયોમાં બાળકોના ટી-શર્ટનો ડેમો બતાવવામાં આવી રહ્યો છે. તેમાં એક વ્યક્તિના હાથમાં ટી-શર્ટ છે અને પછી તે વ્યક્તિ આ ટી-શર્ટ ડમીને પહેરાવી દે છે. ત્યારબાદ તે પહેલા ટી-શર્ટવાળા ડમીને પાણીથી ભરેલા ટબ પાસે બેસાડે છે અને પછી અચાનક તેને પાણીમાં ધકેલી દે છે. આ પછી જે થાય છે તે ચોક્કસપણે ચોંકાવનારું છે અને આ જોયા પછી તમે તમારા વખાણ કરવાનું રોકી શકશો નહીં.
પાણીમાં પડતાં જ એરબેગ્સ ખુલી જાય છે
ખરેખર, ટી-શર્ટ પહેરેલો ડમી જેવો જ પાણીમાં પડે છે, તેની ટી-શર્ટ એરબેગની જેમ ખુલી જાય છે. એટલે કે, તે પાણીની નીચે લાઇફ જેકેટમાં ફેરવાય છે. બાળકો માટે આ એક ઉત્તમ પ્રોડક્ટ છે, જે તેમને પાણીમાં ડૂબવાથી બચાવવાનું કામ કરે છે. આ ટી-શર્ટની સૌથી ખાસ વાત એ છે કે જ્યારે એરબેગ ખુલે છે ત્યારે તેને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે તેને પહેરનાર બાળકનું માથું ઉપરની તરફ રહે, એટલે કે નાક અને મોંમાં પાણી જવાનો કોઈ પ્રશ્ન જ નથી.
કેપ્શનમાં આ મોટી વાત લખી છે
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રાએ આ વીડિયો શેર કરતી વખતે તેની શોધ કરનાર વ્યક્તિની પ્રશંસા કરી છે અને આ ઈનોવેશનને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યું છે. તેમણે કેપ્શનમાં લખ્યું કે, 'ભલે તેને નોબેલ પુરસ્કાર ન મળે, પરંતુ આ પ્રકારની શોધ મારા જેવા લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે હું બે નાની દીકરીઓનો દાદા છું અને તેમની સુરક્ષા અને સંભાળ મારી સૌથી મોટી પ્રાથમિકતા છે.' તેમના આ ટ્વિટ પર ટ્વિટર યુઝર્સ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને આ સમાચાર લખ્યા ત્યાં સુધી તેને હજારો લાઈક્સ મળી ચૂકી હતી.