ટ્રમ્પની હત્યાનો પ્રયાસ : યુ.એસ.ના અન્ય પ્રમુખોની હત્યા કે હત્યાના પ્રયાસની સ્મરણિકા
મહાન પ્રમુખો રાષ્ટ્રપિતા અબ્રહામ લિંકનથી શરૂ કરી ક્યુબામાંથી મિસાઇલ્સ ઉઠાવવા સોવિયેત સંઘને અલ્ટીમેટમ આપનાર જે.એફ.કે.ની પણ હત્યા થઇ હતી
નવી દિલ્હી, વોશિંગ્ટન: ડેમોક્રેટસ દુર્ગ ગણાતું પેન્સિલવાનિયા હવે રીપબ્લિકન તરફે વળી રહ્યું છે. તેથી તે સ્વિંગ સ્ટેટસ પૈકીનું એક ગણાય છે. ત્યાં પૂર્વ પ્રમુખ અને આ વખતની પ્રમુખ પદની ચૂંટણીના રીપબ્લિકન ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પ ઉપર થયેલા ગોળીબારમાં તેઓ બાલ બાલ બચી ગયા છે. તેઓ બટલર ટાઉનમાં એક ચૂંટણી સભાને સંબોધતા હતા ત્યારે જ તેઓ ઉપર ગોળીઓ છોડવામાં આવી તે પૈકીની એક તેઓના જમણા કાન પર છરકો કરી ગઈ. ટ્રમ્પ બચી ગયા. આ સાથે અમેરિકાના પૂર્વ પ્રમુખો કે પ્રમુખ પદના ઉમેદવારોની હત્યા કે તેમની હત્યાના પ્રયાસોની યાદી જોઈશું તો આવા પ્રયાસોની એક વણથંભી વણઝાર જોવા મળશે.
૧. એન્ડ્રુ જેક્સન (૧૮૩૫) : રીચાર્ડ લોરેન્સ નામના એક શખ્સે જેક્સનની હત્યા માટે સંસદ ગૃહ કેપિટોલની બહાર પ્રયાસ કર્યો હતો. પરંતુ તેની બંને પિસ્તોલો મિસ ફાયર થઇ.
૨. અબ્રહામ લિંકન (૧૮૬૫) : ૧૮૬૧માં જ અમેરિકા જેઓને રાષ્ટ્રપિતા માને છે તેવી મહાન વિભૂતિની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રયાસને 'બાલ્ટીમોર પ્લોટ તેવું નામ આપવામાં આવ્યું હતું. તે સમેય તેઓની ઉપર ગોળી છોડવામાં આવી પરંતુ ગોળી માથામાં વાગવાને બદલે તેઓની હેટના ઉપરના ભાગમાંથી પસાર થઇ ગઈ. આ પછી તેઓને સોલ્જર્સ હોમ' લઇ જવાયા હતા.
આ પછી વૉશિંગ્ટન ડી.સી. સ્થિત 'ફોર્ડઝ થિયેટર'માં તેઓ અવર અમેરિકન કઝીન નાટિકા જોઈ રહ્યા હતા ત્યારે જ્હોન વિલ્કીસ બૂથ નામના હત્યારાએ ગોળીમારી તેઓની હત્યા કરી હતી.
૩. જેમ્સ એ. ગારફીલ્ડ (૧૮૮૧) : ૨, જુલાઈ ૧૮૮૧ના દિને કોઈ પદ ન મળવાથી નારાજ થયેલ ચાર્લ્સ ગીટોએ તેમની ઉપર ગોળીઓ છોડી હતી. આ ઘટના વોશિંગ્ટન ડીસીના બાલ્ટીમોર પોટોમેક રેલવે સ્ટેશને બની. તેઓ તુર્ત જ નિધન પામ્યા ન હતા પરંતુ તબીબી દેખભાળમાં ઉણપ રહેવાથી તેઓનું ઇન્ફેકશનને લીધે નિધન થયું હતું.
૪. વિલિયન મેકકીન્લે (૧૯૦૧) : એક એનાર્કીસ્ટ લીઓન શોલ્ઝગોઝે એક જાહેર સમારંભમાં મેક કીન્લેને સપ્ટે. ૬, ૧૯૦૧ના દિને બે ગોળી મારી પરિણામે સપ્ટેમ્બર ૧૪ના દિને તેઓનું નિધન થયું.
૫. વિલિયન હાવર્ડ ટેફ્ટ (૧૯૦૫) : ટેક્સાસનાં અલ પેસોમાં ૧૯૦૯માં હત્યા કરવાનો પ્રયાસ નિષ્ફળ.
૬. ફ્રેન્ક્લીન ડીલાનો રૂઝવેલ્ટ (૧૯૩૩) : જીસીબી ઝંગારાએ રૂઝવેલ્ટની કાર ઉપર ગોળીબાર કર્યો હતો પરંતુ પ્રેસિડેન્ટઇલેક્ટ બચી ગયા જ્યારે સાથે રહેલા ચીકાગોના મેટર એન્ટન સર મેક અત્યંત ઘાયલ થયા. તેઓનું નિધન થયું હતું.
૭. હેસ-ટ્રુજોન (૧૯૫૦૦ : બે પ્યુટ્રોરિકન રાષ્ટ્રવાદીઓએ બ્લેર હાઉસમાં ટ્રુમેનની હત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે નિષ્ફળ ગયો.
૮. જે.એફ.કે. (જ્હોન ફિત્ઝરાલ્ડ કેનેડી) (૧૯૬૩) : ૧૯૬૦માં રીચાર્ડ મેલવિકે કેનેડીની કાર એક્સપોઝિવ્સથી ઉડાડી મુકવા વિચાર્યું હતું પરંતુ પછી તે કાવતરૂં પડતું મૂક્યું. આખરે નવેમ્બર ૨૨, ૧૯૬૩ના દિને ટેકસાસનાં ડ્લાસમાં બપોરે ૧૨.૩૦ કલાકે કેેનેડી ખુલ્લી મોટરમાં જઇ રહ્યા હતા ત્યારે તેઓને માથામાં અને વાંસામાં ગોળી મારવામાં આવી હતી. ક્યુબામાં તે સમયનાં સોવિયેત સંઘે ૨૬ ઓક્ટો. ૧૯૬૨ના દિને મિસાઇલ્સ ગોઠવ્યાં ત્યારે તે ઉઠાવી લેતા સોવિયેત સંઘને સીધું આખરીનામું આપ્યા પછી તે મિસાઇલ્સ ઉડાવી લેવાયાં હતાં. તે માટે કેનેડી વિશ્વભરમાં વિખ્યાત બની ગયા હતા.
૯. જેરાલ્ડ ફોર્ડ (૧૯૭૫) : કેલિફોર્નિયામાં ૧૯૭૫માં ફોર્ડ ઉપર બે હુમલા થયા અંતે હુમલા મહિલાઓએ જ કર્યા હતા.
૧૦. રોનાલ્ડ રીગન (૧૯૮૧) : વોશિંગ્ટનની એક હોટેલની બહાર જ્હોન હીન્ક્લે (જૂ) એ ગોળીબાર કરી રીગનને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. પરંતુ તેઓ બચી ગયા.
૧૧. જ્યોર્જ એચ. ડબલ્યુ બુશ (૧૯૯૩) : બુશ કુવૈતની મુલાકાતે ગયા હતા ત્યારે તેઓની હત્યાની સાજીશ રચાઈ હતી પરંતુ તે નિષ્ફળ ગઈ હતી.
૧૨. બિલ ક્લિન્ટન (૧૯૯૪) : વ્હાઇટ હાઉસની વાડની બહારથી ફ્રોન્સિસ્કો માર્ટિન ડુરાને વ્હાઈટ હાઉસ ઉપર ગોળીબાર કર્યા હતા.
૧૩. જ્યોર્જ ડબલ્યુ બુશ (૨૦૦૫) : તેઓ જ્યોર્જીનાં તિલવીસીમાં પ્રવચન આપતા હતા ત્યારે એક હેન્ડ ગ્રેનેડ તેઓ તરફ ફેંકાયો પરંતુ તે ફૂટયો નહીં.