Trump Ally Sergio Gor Arrives in India as US Ambassador : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ નજીકના ગણાતા સર્જિયો ગોર ભારત આવી ગયા છે. તેઓ અમેરિકાના રાજદૂત તરીકે પોતાના કાર્યકાળનો આરંભ કરશે. ટેરિફ અને ટ્રમ્પના એક બાદ એક નિવેદનોના કારને ભારત અને અમેરિકાના સંબંધો ખરાબ થઈ રહ્યા છે. એવા સમયે સર્જિયો ગોર માટે ભારતમાં અનેક પડકારો રહેશે. ભારત આવ્યા બાદ તેમને સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે મને ભારત આવીને ખૂબ સારું લાગી રહ્યું છે. બંને દેશોનું ભવિષ્ય ઉજ્વળ છે.
કોણ છે સર્જિયો ગોર
38 વર્ષના સર્જિયો ગોરને ટ્રમ્પે ગત ઓગસ્ટ મહિનામાં ભારતના રાજદૂત તરીકે જાહેર કર્યા હતા. ગોર અને ટ્રમ્પ વચ્ચે ખૂબ સારા સંબંધ છે. એવામાં અમેરિકન સરકારમાં ભારત પ્રત્યેની નીતિમાં તેમની મહત્ત્વની ભૂમિકા રહેશે. એવામાં જોવાનું રહેશે કે તેઓ ભારત અને અમેરિકાના સંબંધો ફરી મજબૂત કરવા કેવા નિર્ણય લે છે.
ભારત અને અમેરિકાના સંબંધોમાં ખટાશ
નોંધનીય છે કે ભારત છેલ્લા ઘણા સમયથી રશિયાથી મોટા પ્રમાણમાં ઓઈલની આયાત કરે છે. જે અમેરિકાને પસંદ નથી. અમેરિકાના પ્રમુખ આ મામલે ભારતને અગાઉ પણ ધમકીઓ આપી ચૂક્યા છે. એવામાં ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ પણ અટકી પડી છે. અમેરિકાએ ભારતના સામાન પર 50 ટકા ટેરિફ લગાવ્યો હે. આટલું જ નહીં અમેરિકન સરકાર હવે રશિયાથી ઓઈલ ખરીદતા દેશો પર 500 ટકા ટેરિફની ધમકી આપી રહી છે. જેની સૌથી વધુ અસર ભારતની સાથે સાથે ચીન અને બ્રાઝિલ પર થશે.


