ટ્રેનના લોકો પાયલટ 13થી 15 કલાક કામ કરવા મજબૂર, રેલવેની તપાસમાં ખુલાસો
Loco Pilot Working Hours: રેલવેની નિયન પ્રમાણે કોઈ પણ લોકો પાયલટ પાસેથી 11 કલાકથી વધુ સમય કામ ન કરાવી શકાય. પરંતુ એક માહિતી પ્રમાણે તેમની પાસેથી 13 થી 15 કલાક સુધી કામ લેવામાં આવે છે. ઓવર ટાઈમ પકડાઈ ન જાય તે માટે સિસ્ટમ સાથે ચેંડા કરવામાં આવી છે. રેલવેએ દોષી કર્મચારીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની સૂચના આપી છે.
આ પણ વાંચો : દિલ્હીમાં ભાજપની ટ્રિપલ એન્જિન સરકાર, રાજા ઈકબાલ સિંહ મેયર બન્યાં
લોકો પાયલટ પાસેથી 13 થી 15 કલાક કામ કરાવાતું હતું
દેશના વિવિધ ભાગોમાં વારંવાર થતા રેલ્વે અકસ્માતોના કારણે ખૂબ ચિંતા ઉભી કરી છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. કે, માલગાડીઓના લોકો પાયલટને પૂરો આરામ આપવામાં આવતો નથી, તેમની પાસેથી 13 થી 15 કલાક કામ કરાવવામાં આવી રહ્યું છે. રેલ્વેની વિભાગીય તપાસમાં આ વાત સામે આવી છે. રેલ્વેએ સ્વીકાર્યું કે, સુરક્ષાની દ્રષ્ટિએ આ ખતરનાક હોઈ શકે છે. એટલું જ નહીં સિસ્ટમમાં ચેડાં કરવાનો પણ મામલો સામે આવ્યો છે, જેથી ઓવરટાઇમ પકડાય નહીં.
લોકો પાયલટને 11 કલાકથી વધુ સમય માટે કામ કરાવી શકાતું નથી
નિયમો પ્રમાણે કોઈપણ લોકો પાયલટને 11 કલાકથી વધુ સમય માટે કામ કરાવી શકાતું નથી. જો કોઈ લોકો પાયલટ 14 કલાકથી વધુ સમય માટે કામ કરે છે, તો CMS (ક્રૂ મેનેજમેન્ટ સિસ્ટમ) તે કેસને એલર્ટ કરે છે. રિપોર્ટ પ્રમાણે તાજેતરમાં સિકંદરાબાદ ડિવિઝનમાં માલગાડીના લોકો પાયલટ આર. રવિશંકરે કામ પર આવવાનો ઇનકાર કરી દીધો હતો.
આ અંગે લોકો પાયલટ આર. રવિશંકરનું કહેવું છે કે, મને આરામ કરવા માટે પૂરતો સમય આપવામાં આવતો નથી. એ પછી રેલ્વેને ધ્યાન આપ્યું. દક્ષિણ પૂર્વીય રેલ્વે (SER) એ આ મામલે તપાસ શરૂ કરી ત્યારે આ સમગ્ર ગેરરીતિઓ બહાર આવી. તપાસમાં એવું જાણવા મળ્યું કે, ક્રૂ અધિકારીઓ લોકો પાયલટ્સ પર દબાણ કરતા હતા.
શું હતી ગેરરીતિઓ
રવિશંકરના કેસની વાત કરવામાં આવે તો, તપાસમાં જાણવા મળ્યું કે, તેમણે 13 કલાક 55 મિનિટ કામ કર્યું. પરંતુ જ્યારે ડેટા CMS રિપોર્ટ સાથે મેચ કરવામાં આવ્યો, ત્યારે કામના કલાકો 14:26 જોવા મળ્યા. આ મામલે રિપોર્ટ ન થઈ શકે તે માટે 31 મિનિટ ઓછી નોંધવામાં આવી. આ પછી રેલ્વેએ 22 એપ્રિલ 2025 ના રોજ એક પરિપત્ર જારી કર્યો અને સમગ્ર મામલે ખુલાસો કર્યો હતો.
રિપોર્ટ પ્રમાણે રેલ્વેએ તેના પરિપત્રમાં જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 620 લોકો પાયલટ્સના કામના કલાકો 13:55 થી 14 ની વચ્ચે હતા. આ બધા કેસ એપ્રિલના પહેલા 19 દિવસના જ હતા. 620 કેસમાંથી 545 કેસ ફક્ત દક્ષિણ પૂર્વ વિભાગના હતા.
કડક કાર્યવાહી માટે સૂચનાઓ
આ અંગે સીનિયર અધિકારીઓને ક્રૂ અધિકારીઓને આવી ખોટી પ્રથાઓનો આશરો ન લેવા માટે જરૂરી સૂચનાઓ આપવા કહ્યું છે. પરિપત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે ટ્રેન કામગીરી સંબંધિત ડેટા સાથે કોઈપણ પ્રકારના ચેંડાને ગંભીરતાથી લેવા જોઈએ. તેમજ દોષિત કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.