India

ચિત્રકૂટમાં મોટી દુર્ઘટના ટળી, મુંબઈ-ભાગલપુર એક્સપ્રેસ બે ભાગમાં વહેંચાઈ, મુસાફરોમાં અફરાતફરી

By GS TEAM
27 Oct 20252 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની હતી. મુંબઈથી ભાગલપુર જતી લોકમાન્ય તિલક ભાગલપુર એક્સપ્રેસ બે ભાગમાં વિભાજીત થઈ ગઈ હતી. ટ્રેનની કપલિંગ તૂટી જવાના કારણે પાછળના ત્રણ કોચ અલગ થઈ ગયા. જોકે, ટ્રેનની ગતિ ધીમી હોવાના કારણે મોટી દુર્ઘટના થતા બચી ગઈ હતી. ચાર કલાક પછી ટેકનિકલ ટીમે ટ્રેનના કોચને ફરીથી જોડીને રવાના કરવામાં આવી હતી. આ દુર્ઘટના ગઈકાલ એટલે કે,26 ઓક્ટોબરની રાત્રે 2:54 વાગ્યે મઝગવન અને ટિકરિયા રેલવે સ્ટેશન વચ્ચે થઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ચિત્રકૂટમાં મોટી દુર્ઘટના ટળી, મુંબઈ-ભાગલપુર એક્સપ્રેસ બે ભાગમાં વહેંચાઈ, મુસાફરોમાં અફરાતફરી

Chitrakoot Train Accident: ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની હતી. મુંબઈથી ભાગલપુર જતી લોકમાન્ય તિલક ભાગલપુર એક્સપ્રેસ બે ભાગમાં વિભાજીત થઈ ગઈ હતી. ટ્રેનની કપલિંગ તૂટી જવાના કારણે પાછળના ત્રણ કોચ અલગ થઈ ગયા. જોકે, ટ્રેનની ગતિ ધીમી હોવાના કારણે મોટી દુર્ઘટના થતા બચી ગઈ હતી. ચાર કલાક પછી ટેકનિકલ ટીમે ટ્રેનના કોચને ફરીથી જોડીને રવાના કરવામાં આવી હતી. આ દુર્ઘટના ગઈકાલ એટલે કે,26 ઓક્ટોબરની રાત્રે 2:54 વાગ્યે મઝગવન અને ટિકરિયા રેલવે સ્ટેશન વચ્ચે થઈ હતી. 

આ પણ વાંચો: નીતિશ કુમાર જ NDAના CM પદના ચહેરા, મારા ધારાસભ્યો કરશે સમર્થન: ચિરાગ પાસવાનની જાહેરાત

કોચમાં અંદાજે 200-250 મુસાફરો યાત્રા કરી રહ્યા હતા

આ દુર્ઘટનાનું મુખ્ય કારણ કપલિંગ તૂટી જવાનું કહેવામાં આવી રહ્યું છે. જેથી ટ્રેનના કોચ અલગ થઈ ગયા. પ્રાથમિક તપાસમાં ટેકનિકલ ખામી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. માહિતી પ્રમાણે આ કોચમાં અંદાજે 200-250 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. રેલવેની એક ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને લગભગ ચાર કલાકની મહેનત બાદ કોચ ફરીથી જોડ્યા અને સવારે લગભગ 7 વાગ્યે ટ્રેન રવાના કરવામાં આવી હતી. 

'ઘટનાની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી'

આ દુર્ઘટના અંગે રેલવેના ઝાંસી ડિવિઝન વિભાગે જણાવ્યું હતું કે ઘટનાની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે, અને જો કોઈ દોષિત ઠરશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે. તો કેટલાક મુસાફરોએ આ ઘટનાનો વીડિયો બનાવીને શેર કર્યા છે. તો સ્થાનિક લોકોએ રેલવે ટ્રેકનું નિયમિત નિરીક્ષણ કરવાની માંગ કરી છે, કારણ કે થોડાક દિવસોથી ચિત્રકૂટમાં ટ્રેન અકસ્માતો વધી રહ્યા છે. 

આ પણ વાંચો: 21 વર્ષની ફોરેન્સિક સ્ટુડન્ટે બોયફ્રેન્ડની હત્યા કરી સળગાવ્યો, પછી ઘરમાં કર્યો બ્લાસ્ટ! દિલ્હીમાં ચોંકાવનારો કેસ