VIDEO : તમિલનાડુમાં ફ્લાયઓવર પર એક પછી એક વાહનો અથડાયા, 4ના મોત, ટ્રક બ્રિજથી પટકાઈ
એક પછી એક ટક્કરના કારણે ટ્રક અને કારમાં આગ લાગી હતી
Tamil Nadu Road Accident : તમિલનાડુના ધર્મપુરી જિલ્લામાં એક ફ્લાયઓવર પર ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના મોત થયા હતા. એક પછી એક ગાડીઓની ટક્કર થતા આગ લાગી હતી. આ અકસ્માતમાં 8 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. આ અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઇ હતી, જેનો વીડિયો સામે આવ્યો છે.
એક પછી એક ટક્કર બાદ ગાડીઓમાં લાગી આગ
પોલીસના જણાવ્યા મુજબ આ અકસ્માત ધર્મપુરી જિલ્લાના થોપ્પુર ઘાટ રોડ પર સર્જાયો હતો. CCTV વીડિયોમાં પાછળથી એક ઝડપી ટ્રક આવતી દેખાય છે, જે ડમ્પર અને આગળ જતા અન્ય વાહનોને ટક્કર મારે છે. ટક્કર બાદ ડમ્પર આગળની ટ્રક સાથે અથડાયું હતું. આ પછી ડમ્પરે કાબુ ગુમાવ્યો અને ફ્લાયઓવર પરથી નીચે પડી ગયું. ડમ્પર નીચે પડે તે પહેલા એક કારને પણ ટક્કર મારી હતી. અકસ્માત દરમિયાન સૌ પ્રથમ ટક્કર મારનાર ટ્રકમાં આગ લાગી ત્યારબાદ એક કારમાં પણ આગ લાગી હતી.
DMK સાંસદનું નિવેદન આવ્યું સામે
અકસ્માતની માહિતી મળતાં જ ફાયરબ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કોઈક રીતે આગ પર કાબૂ મેળવ્યો હતો. ધર્મપુરીના DMK સાંસદ સેંથિલ કુમારે અકસ્માત પર શોક કરતાવ્યક્ત નિવેદન આપ્યું કે, “હું ધર્મપુરીના થોપ્પુર ઘાટ સેક્શન પર એલિવેટેડ હાઈવેને જલ્દી બનાવવા માટે લાંબા સમયથી માગ કરી રહ્યો છું.”