India

ઋષિકેશમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો આ 5 પ્રસિદ્ધ મંદિરોના પણ કરી લેજો દર્શન

By GS TEAM
18 Jun 20252 mins read
TukuTouch Logo
રજાઓ બાળકો સાથે સમય વિતાવવા અને નવું શીખવવા માટે સારો સમય હોય છે. ધાર્મિક અને સાંસ્કૃતિક જગ્યાએ ફરવાનો માત્ર સારો અનુભવ જ નહીં, પરંતુ બાળકોને આપણા દેશની પરંપરાઓ, ઈતિહાસ અને સંસ્કૃતિ વિશે પણ માહિતીગાર કરવા જોઈએ. મંદિરોમાં જઈને બાળકો ધાર્મિક વાર્તાને સમજે અને ભારતીય રીત- રિવાજ, જીવન મૂલ્ય અને વાસ્તુકળાને પણ નજીકથી બતાવો.

Summarized by AI; it may make mistakes. Check important info

ઋષિકેશમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો આ 5 પ્રસિદ્ધ મંદિરોના પણ કરી લેજો દર્શન

Famous Temples of Rishikesh: રજાઓ બાળકો સાથે સમય વિતાવવા અને નવું શીખવવા માટે સારો સમય હોય છે. ધાર્મિક અને સાંસ્કૃતિક જગ્યાએ ફરવાનો માત્ર સારો અનુભવ જ નહીં, પરંતુ બાળકોને આપણા દેશની પરંપરાઓ, ઈતિહાસ અને સંસ્કૃતિ વિશે પણ માહિતીગાર કરવા જોઈએ. મંદિરોમાં જઈને બાળકો ધાર્મિક વાર્તાને સમજે અને ભારતીય રીત- રિવાજ, જીવન મૂલ્ય અને વાસ્તુકળાને પણ નજીકથી બતાવો.

આ પણ વાંચો : Rath Yatra 2025: પુરી અને અમદાવાદની રથયાત્રામાં હોય છે મોટો ફરક, જાણો ખાસ વાતો

જો તમે પણ રજામાં ક્યાક ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો, આ વખતે ઋષિકેશ જરુર જાઓ. એવુ કહેવાય છે કે, જેણે ઋષિકેશ જોયુ તેણે આખી દુનિયા જોઈ લીધી. અહીં દરેક પ્રકારના પ્રવાસીઓ માટે કંઈકને કંઈક છે. તમે ઋષિકેશનો પ્રવાસ યાદગાર બનાવવા માંગો છો, તો અહીંના પ્રસિદ્ધ મંદિરોમાં જરુર જવું જોઈએ.

નીલકંઠ મહાદેવ મંદિર 

આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને ઋષિકેશથી થોડુક દૂર ગઢવાલમાં આવેલું છે. એવું કહેવાય છે કે, અહીં ભગવાન શિવે સમુદ્ર મંથન સમયે નીકળેલા ઝેરને પીધુ હતું, જેના કારણે તેમનું ગળુ વાદળી થઈ ગયું છે. જેના કારણે આ મંદિરનું નામ નીલકંઠ પડ્યું છે. અહીં શ્રદ્ધાળુઓ ગંગાજળ ચડાવીને પૂજા કરે છે. 

13 માળનું મંદિર 

આ મંદિરને ત્ર્યંબકેશ્વર મંદિર પણ કહેવામાં આવે છે. આ લક્ષ્મણ ઝુલાની પાસે આવેલું છે અને તેમાં કુલ 13 માળ છે. આ મંદિર પાસે ગંગા નદી અને આસપાસના સુંદર પહાડોનો રમણીય નજારો જોવા મળે છે. 

ત્રિવેણી ઘાટ

ત્રિવેણી ઘાટ ઋષિકેશનું એક પવિત્ર અને પ્રસિદ્ધ ઘાટ છે, જ્યાં દરરોજ સાંજે ભવ્ય ગંગા આરતી થાય છે. ત્રિવેણી શબ્દનો અર્થ છે ત્રણ નદીઓનો સંગમ. ગંગા, યમુના અને સરસ્વતી. એવુ કહેવાય છે કે, આ ત્રણ નદીઓનો અહીં સંગમ થવાથી આ ઘાટ ખૂબ જ શાંત અને સુંદર જગ્યા છે. અહીં  બેસીને ધ્યાન કરી શકાય છે. પૂજા કરીને ગંગામાં ડુબકી લગાવી શકાય છે. 

ભારત મંદિર 

આ ઋષિકેશનું સૌથી જૂનુ મંદિર છે જે ભગવાન વિષ્ણુને સર્મપિત છે. એવુ કહેવાય છે કે, 789મી સદીમાં આદિ ગુરુ શંકરાચાર્યજીએ અહીં મૂર્તિની સ્થાપના કરી હતી. આ મંદિર ધાર્મિક અને ઐતિહાસિક બન્ને રીત ખાસ છે.

આ પણ વાંચો : કોઈપણને ભગવદ્ ગીતા ભેટમાં આપવી જોઈએ? જાણો શાસ્ત્ર શું કહે છે

મનસા દેવી મંદિર 

આ મંદિર હરિદ્વારમાં આવેલું છે અને માતા મનસા દેવીને સમર્પિત છે. આ મંદિર એક પહાડોની વચ્ચે આવેલું છે અહીં રોપવે દ્વારા પણ જઈ શકાય છે. એવું કહેવાય છે કે, જે ભક્તો અહીં સાચા મનથી માનતા રાખે છે, તેની દરેક ઈચ્છા પૂરી થાય છે.  

ચંડીદેવી મંદિર 

આ મંદિર પણ હરિદ્વારમાં આવેલુ છે અને નીલ પર્વતની ઉંચાઈ પર આવેલું છે. એવુ માનવામાં આવે છે કે, આ મંદિર આશરે 1200 વર્ષ જૂનુ છે અને માતા ચંડીદેવીને સમર્પિત છે. આ પણ એક શક્તિપીઠ માનવામાં આવે છે.