For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લાલ કિલ્લા પરથી વડાપ્રધાને 100 લાખ કરોડની ગતિ શક્તિ યોજનાની કરી જાહેરાત, લાખો લોકોને મળશે રોજગારી

Updated: Aug 15th, 2021

Article Content Image

- રેંકડી લગાવીને પટરી-ફૂટપાથ પર સામાન વેચનારા શત પ્રતિશત લોકોને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવામાં આવશે

નવી દિલ્હી, તા. 15 ઓગષ્ટ, 2021, રવિવાર

75મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાને દેશવાસીઓને સંબોધિત કરીને આ 75મા વર્ષથી 100મા વર્ષ સુધી દેશની યાત્રા કેવી રહેશે તેની માહિતી આપી હતી. વડાપ્રધાને જણાવ્યું કે, 100 લાખ કરોડ રૂપિયાની ગતિ શક્તિ યોજના યુવાનો માટે રોજગારીના અવસર લઈને આવશે. તે દેશની પાયાની સંરચનાનો નવો આધાર બનશે. તેનાથી મુસાફરી માટેના સમયમાં ઘટાડો થશે. અમત કાળમાં ગતિની શક્તિ ભારતના કાયાકલ્પનો આધાર બનશે. તેનો નેશનલ માસ્ટર પ્લાન બધા સામે લાવવામાં આવશે. 

75થી 100 વર્ષમાં દેશની યાત્રા કેવી રહેશે

વડાપ્રધાને આઝાદીના 75મા વર્ષથી 100મા વર્ષ સુધી દેશની યાત્રા કેવી રહેશે તે અંગે વિસ્તારપૂર્વક વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, 

-એવા ભારતનું નિર્માણ થશે જ્યાં સુવિધાઓનું સ્તર ગામડા-શહેરને વહેંચનારૂ ન હોય.

- એવા ભારતનું નિર્માણ થશે જ્યાં નાગરિકોના જીવનમાં સરકાર કારણ વગર દખલ નહીં કરે. 

- એવા ભારતનું નિર્માણ થશે જ્યાં દુનિયાનું તમામ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર હશે. 

- શત પ્રતિશત ગામડાઓમાં રસ્તાઓ, શત પ્રતિશત ભારતીયોના બેન્ક એકાઉન્ટ, આયુષ્માન કાર્ડ બનશે. 

- દરેક હકદાર વ્યક્તિને ગેસ કનેક્શન, સરકારની વીમા યોજના, પેન્શન યોજના, આવાસ યોજનાનો ફાયદો મળશે. શત પ્રતિશત એટલે કે 100 ટકાનું મૂળ બનાવીને ચાલવાનું છે. રેંકડી લગાવીને પટરી-ફૂટપાથ પર સામાન વેચનારા શત પ્રતિશત લોકોને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવામાં આવશે. 

ગરીબોને પોષણયુક્ત ચોખા આપવાની જાહેરાત

સરકાર ગરીબોને પોષણયુક્ત ચોખા આપશે. રાશનની દુકાને મળતા ચોખા હોય, મિડ-ડે મિલમાં મળતા ચોખા હોય કે દરેક યોજનામાં મળતા ચોખા ફોર્ટિફાઈડ કરી દેવામાં આવશે. 

ઉર્જા મામલે આત્મનિર્ભર બનશે ભારત

ભારતે ઉર્જા મામલે આત્મનિર્ભર બનવું પડશે. 2030 સુધીમાં ભારતીય રેલવે ઝીરો કાર્બન ઈમિટર બની જશે. મિશન સર્ક્યુલર ઈકોનોમી પર બળ આપવું પડશે. વ્હીકલ સ્ક્રેપ પોલિસી તેનું ઉદાહરણ છે. નેશનલ હાઈડ્રોજન મિશન શરૂ થશે. ભારતે ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદનનું કેન્દ્ર બનવાનું છે. 

Gujarat