આજે માતાનો દિવસ એટલે સોશિયલ મીડિયા પર સ્ટેટસ મુકી દીધુ એટલે પુરુ, શું આ રીતે ઉજવાય છે માતૃ દિવસ
મા બાળક માટે એક એવી શિક્ષક છે કે જે એક મિત્રની ભૂમિકા નિભાવે છે
માતૃ દિવસની શરુઆત પહેલા ગ્રીસ દેશમાં થઈ હતી અને હવે આખી દુનિયામાં મનાવવામાં આવે છે.
Image Envato |
તા. 14 મે, 2023, રવિવાર
દર વર્ષે મે ના બીજા રવિવારને માતૃ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે 14 મેના રોજ મનાવવામાં આવશે. આ દિવસ મા ને સમર્પિત કરવામાં આવે છે. અને મધર ડે પર માતાને સન્માન, પ્યાર આપવા સાથે મા નું ઋણ અદા કરવાનો દિવસ માનવામાં આવે છે. માતૃ દિવસ માત્ર મહિલાઓ માટે વિશેષ દિવસ નથી પરંતુ આખા પરિવાર માટે મહત્વપુર્ણ ગણવામાં આવે છે. એક મા તેના બાળકની પહેલી શિક્ષકની ગરજ સારે છે.
મા પોતાના ગર્ભના પાલનથી લઈને જ્યા સુધી તે જીવતો રહે ત્યા સુધી તેનુ ધ્યાન રાખે છે
મા બાળક માટે એક એવી શિક્ષક છે કે જે એક મિત્રની ભૂમિકા નિભાવે છે તો તેના શિક્ષક તરીકે પણ તેની ભૂમિકા અદા કરતી રહે છે. મા પોતાના ગર્ભના પાલનથી લઈને જ્યા સુધી તે જીવતો રહે ત્યા સુધી તેનુ ધ્યાન રાખે છે. અને આ શક્તિ માત્ર મા ની અંદર જ હોય છે. મા ની મમતા અને તેના પ્યારનું કોઈ મુલ્ય નથી. આપણે માતાના આ ઋણને કોઈ પણ રીતે ચુકવી શકવાના નથી. તેથી આપણે ભૂલથી પણ તેને ક્યારેય દુ:ખ ન પહોચાડીએ એ ખાસ ખ્યાલ રાખવો જોઈએ.
માતૃ દિવસની શરુઆત કેવી રીતે થઈ
માતૃ દિવસની શરુઆત પહેલા ગ્રીસ દેશમાં થઈ હતી અને હવે આખી દુનિયામાં મનાવવામાં આવે છે. દરેક માતા પોતાના બાળકો માટે જીવન સમર્પિત કરે છે. એક માતાના બલિદાન વિશે માપ કાઢવું સંભવ નથી. અને મા ના અમુલ્ય પ્રેમ અને બલિદાન ચુકવવુ ક્યારેય શક્ય નથી. એટલે આપણું કર્તવ્ય એ છે કે દરેક લોકો માતાની સંભાળ રાખે અને હંમેશા તેને પ્યારથી રાખે. અને એટલા જ માટે માતાનું મુલ્ય વિશેષ છે.
ઢળતી ઉંમરમાં મા ની સેવા કરો અને તેની દરેક ઈચ્છા પુરી કરો તેમા જ દરેકનો પ્રેમ છે
એક દષ્ટિએ જોઈએ તો આપણે માતાને માત્ર વર્ષમા એક વાર આ રીતે આપણા સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર સારા સારા સ્ટેટ્સ મુકીને માતાને બહુ પ્રેમ કરતા હોઈએ તેવો ડોર કરતા હોઈએ તો આ મહાપાપ છે. ખરેખર માતા પ્રત્યે પ્રેમ, કરુણા, લાગણી અને માન હોય તો તેને રોજ ખૂશ રાખો અને ઢળતી ઉંમરમાં તેની સેવા કરો અને તેની દરેક ઈચ્છા પુરી કરો તેમા જ આપણી દરેકની ભલાઈ છે.