Get The App

ED એ દરોડા પાડ્યા તો દીવાલ કૂદીને ભાગ્યા ધારાસભ્ય, ફોન તળાવમાં ફેંક્યો; કીચડમાંથી ઝડપ્યા

Updated: Aug 25th, 2025

GS TEAM

Google News
Google News
ED એ દરોડા પાડ્યા તો દીવાલ કૂદીને ભાગ્યા ધારાસભ્ય, ફોન તળાવમાં ફેંક્યો; કીચડમાંથી ઝડપ્યા 1 - image

ED Raid on TMC MLA : ઈડીના દરોડા દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની છે. પશ્ચિમ બંગાળમાં સ્કૂલોમાં શિક્ષક અને કર્મચારીઓની ભરતીમાં કથિત ગેરરીતિની તપાસ અર્થે દરોડા બાદ સોમવારે સત્તારુઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ધારાસભ્ય જીવન કૃષ્ણ સાહાની ધરપકડ કરી લેવામાં આવી હતી. જો કે સત્તાવાર સૂત્રોએ કહ્યું કે ઈડીના દરોડા વખતે જેવી જ ધારાસભ્યને જાણ થઇ તો તેઓ દીવાલ કૂદીને ભાગવા લાગ્યા હતા. તેઓ આ દરમિયાન કીચડમાં ફસાઈ ગયા હતા. જ્યાંથી તેમને ઈડીના અધિકારીઓએ પકડી પાડ્યા હતા. 

શું હતી ઘટના? 

હાલ તો મુર્શિદાબાદ જિલ્લામાં ધારાસભ્યના ઘરે દરોડાની કાર્યવાહી બાદ ઈડીએ તેમની ધરપકડ કરી લીધી છે. સૂત્રોએ જણાવ્યું કે દરોડા વખતે એક દીવાલ કૂદીને ધારાસભ્યએ નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ઘરની પાછળ એક નાળામાં પોતાનો ફોન પણ ફેંકી દીધો હતો. જોકે બાદમાં અધિકારીઓએ એ ફોન રિકવર કરી લીધો હતો. 

પીએમએલએ હેઠળ ધારાસભ્યની ધરપકડ 

દરોડા વખતના વીડિયો અને તસવીરોમાં ધારાસભ્ય ભાગતા દેખાય છે જેમાં ઈડી અને સીઆરપીએફના અધિકારીઓે પણ એ જગ્યાએ દેખાઈ રહ્યા છે જ્યાં ચારે બાજુ વૃક્ષો અને ઝાડીઓ છે અને કચરો પડેલો દેખાય છે. હાલમાં પીએમએલએ હેઠળ ઇડીને સહયોગ ન કરવા બદલ ધારાસભ્યની ધરપકડ કરી લેવામાં આવી છે.