FOLLOW US

બ્રિટનમાં ટીપુ સુલતાનની તલવાર 142 કરોડમાં વેચાઈ, હરાજીમાં વેચાયેલી સૌથી મોંઘી ભારતીય વસ્તુ બની

ટીપુ સુલતાનની તલવારને 'સુખેલા' કહેવામાં આવે છે જે શક્તિનું પ્રતીક છે

ટીપુ સુલતાનની તલવાર 18મી સદીમાં બની હતી

Updated: May 26th, 2023


મૈસૂરના 18મી સદીના શાસક ટીપુ સુલતાનની તલવારની હરાજીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. લંડનમાં ઈસ્લામિક અને ઈન્ડિયન આર્ટ સેલમાં તેની £14 એટલે કે આશરે રૂ. 142.8 કરોડ હરાજી કરવામાં આવી હતી.  આ તલવારે હરાજીના તમામ રેકોર્ડ તોડીને વેચાયેલી સૌથી મોંઘી ભારતીય વસ્તુ બની ગઈ છે.

ટીપુ સુલતાનની તલવારને 'સુખેલા' કહેવામાં આવે છે

ટીપુ સુલતાનની તલવારની હરાજીનું આયોજન કરનાર બોનહેમ્સે જણાવ્યું હતું કે તલવાર અપેક્ષા કરતાં અનેક ગણી વધારે કિંમતમાં વેચાઈ હતી. ટીપુ સુલતાનની તલવાર હરાજીના તમામ રેકોર્ડ તોડીને વેચાયેલી સૌથી મોંઘી ભારતીય વસ્તુ બની ગઈ છે. વર્ષ 1782થી 1799 સુધી શાસન કરનાર ટીપુ સુલતાનની તલવારને 'સુખેલા' કહેવામાં આવે છે જે શક્તિનું પ્રતીક છે. વર્ષ 1799ના મે મહિનામાં શ્રીરંગપટના ખાતે ટીપુ સુલતાનના શાહી કિલ્લાના વિનાશ બાદ તેના મહેલમાંથી ઘણા શસ્ત્રો દૂર કરવામાં આવ્યા હતા. આ શસ્ત્રોમાં કેટલાક હથિયારો તેની ખૂબ નજીકના ગણાતા હતા.

ટીપુ સુલતાનની તલવાર 18મી સદીમાં બની હતી

ટીપુ સુલતાનની આ તલવાર સ્ટીલની બનેલી છે અને તેના પર સોનાથી સુંદર કોતરણી કરવામાં આવી છે. ટીપુ સુલતાનની આ તલવાર 18મી સદીમાં બની હતી. આ સોળમી સદીમાં ભારતમાં રજૂ કરવામાં આવેલા જર્મન બ્લેડના મોડેલ પછી મુઘલ તલવાર નિર્માતાઓ દ્વારા બનાવવામાં આવી હતી. આ તલવારને શિલ્પકારઓએ પકડવાની જગ્યાએ સુંદર રીતે સોનાની નક્સી બનાવવામાં આવી છે. અંગ્રેજો આ તલવારને પોતાની સાથે લઈ ગયા હતા. ઓલિવર વ્હાઇટ ઇસ્લામિક અને ભારતીય કલાના વડા અને હરાજી કરનાર બોનહેમ્સને એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ભવ્ય તલવાર ટીપુ સુલતાનના તમામ શસ્ત્રોમાંથી શ્રેષ્ઠ છે.

ટીપુ સુલતાન ટાઈગર ઓફ મૈસૂર' તરીકે ઓળખાઈ છે

ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા જનરલ ડેવિડ બેર્ડનેને હુમલામાં તેમની હિંમત અને આચરણ માટે તેમના ઉચ્ચ સન્માનના પ્રતીક તરીકે ભેટ આપવામાં આવી હતી. આ હુમલામાં ટીપુ સુલતાન માર્યો ગયો હતો, જેને 'ટાઈગર ઓફ મૈસૂર' તરીકે ઓળખવામાં આવે છે. આ હુમલો વર્ષ 1799ની મે મહિનામાં થયો હતો. ઇસ્લામિક અને ભારતીય કલાના ગ્રુપ હેડ નીમા સાગરચીએ જણાવ્યું હતું કે તલવારનો અસાધારણ ઇતિહાસ અને અજોડ કારીગરી છે. જૂથના પ્રમુખે કહ્યું કે બે લોકોએ ફોન દ્વારા બોલી લગાવી હતી જ્યારે રૂમમાં એક વ્યક્તિ બોલી લગાવી હતી અને તેમની વચ્ચે જોરદાર સ્પર્ધા થઈ હતી.

Gujarat
IPL-2023
Magazines