રસી માટે રજિસ્ટ્રેશન કરાવ્યા પછી સમય, સ્થળ અંગે મોબાઇલ પર જાણ કરાશે
- સરકારે કોરોના વેક્સિન અંગે મૂંઝવતા પ્રશ્રોના જવાબો આપ્યા
- વેકિસનનો પ્રથમ ડોઝ લીધા પછીના 28 દિવસ પછી બીજો ડોઝ અપાશે
બીજાના ડોઝના બે સપ્તાહ પછી શરીરમાં એન્ટિબોડીઝનું નિર્માણ થશે
નવી દિલ્હી, તા. 4 જાન્યુઆરી, 2020, સોમવાર
ભારતના ડ્રગ રેગ્યુલેટરે રવિવાર સિરમ ઇન્સ્ટીટયૂટ દ્વારા નઓક્સફ્રોડ કોવિડ-19 વેક્સિન કોવિશિલ્ડને મંજૂરી આપી હતી. સરકાર દ્વારા આજે આ વેક્સીન આ અંગે લોકોના મનમાં મૂંઝવતા પ્રશ્રોના જવાબ આપવામાં આવ્યા હતાં.
* સૌ પ્રથમ આ વેક્સીન હેલૃથકેર અને ફ્રન્ટલાઇન વર્કરને આપવામાં આવશે. ત્યારબાદ આ વેક્સીન 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને રોગીઓને આપવામાં આવશે.
* આ સાથે જ અન્ય લોકો માટે પણ આ વેક્સીન ઉપલબૃધ બનાવવામાં આવશે. રેગ્યુલેટરી બોડીઝ મંજૂરી મળી ગયા પછી જ દેશમાં રસીકરણના અભિયાનની શરૂઆત કરવામાં આવશે.
* આ વેક્સીન લેવી ફરજિયાત નહીં પણ મરજિયાત રહેશે. ભૂતકાળમાં જે લોકોે કોરોના થયો હતો તેમને આ વેક્સિન લેવાની સલાહ આપવામાં આવશે કારણકે વેક્સિનથી તેમની ઇમ્યુઇન સિસ્ટમ મજબૂત થશે.
* જે લોકોને હાલમા કોરોના થયો છે તેમને 14 દિવસ સુધી વેક્સીન આપવામાં આવશે નહીં કારણકે આમ કરવાથી વેક્સીન આપવાના સૃથળે પણ અન્યને ચેપ લાગી શકે તેમ છે.
* વેક્સીન આપતી પહેલા વ્યકિતને તેના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર જાણ કરવામાં આવશે. વેક્સીન માટેનું રજિસ્ટ્રેશન કરાવવા માટે આધાર, ડ્રાઇવિંગ લાયન્સ, વોટર આઇડી, પાન કાર્ડ, પાસપોર્ટ, જોબ કાર્ડ, પેન્શન ડોક્યુમેન્ટ. હેલૃથ ઇન્સ્યુરન્સ સ્માર્ટ કાર્ડ પૈકી કોઇ એક દસ્તાવેજની જરૂર પડશે. રજિસ્ટ્રેશન વગર કોઇ પણ વ્યકિતને વેક્સીન આપવામાં આવશે. વેક્સીન લેવા માટે રજિસ્ટ્રેશન જરૂરી છે. રજિસ્ટ્રેશન અને વેક્સિનેશન બંને માટે ફોટો આઇડી જરૂરી બનશે.
* એક વખત રજિસ્ટ્રેશન કરાવ્યા પછી વ્યકિતને વેક્સીનની તારીખ, સમય એ સૃથળની જાણ કરવામાં આવશે. રસી લીધા વગર તેની જાણ મોબાઇલ પર એસએમએસથી કરવામાં આવશે.
* વેક્સીનના તમામ ડોઝ પૂર્ણ થઇ ગયા પછી સર્ટિફિકેટ પણ ઇશ્યુ કરવામાં આવશે. વેક્સિન સંપૂર્ણ સલામત છે તે સાબિત થયા પછી જ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે.
* જાકે, કેટલીક વ્યકિતને આ વેકસીનને કારણે સામાન્ય આડઅસર જેવી કે સામાન્ય તાવ કે દુખાવો થઇ શકે છે.
* કેન્સર, ડાયાબિટિસ, હાયપરટેન્શન જેવી બિમારી ધરાવતા લોકોને કોરોના થવાની શક્યતા વધારે હોવાથી તેમને ખાસ આ વેક્સિન લેવી જોઇે. પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ પછી બીજો ડોઝ આપવામાં આવશે.
* કોરોના વેકિસનનો બીજો ડોઝ લીધા પછીના બે સપ્તાહ પછી શરીરમાં એન્ટીબોડીઝનું નિર્માણ થશે.
ભારતના યુવા શરીરો મજબૂત સાબિત થયા
ભારતમાં હર્ડ ઈમ્યુનિટી વિકસી ચૂકી છે : નિષ્ણાતો
વાઈરસ પોતાની ક્ષમતા ગુમાવી બેસે એવી સ્થિતિ એટલે હર્ડ ઈમ્યુનિટી
(પીટીઆઈ) નવી દિલ્હી, તા.4
કેટલાક વાઈરસ કેટલાક સમય પછી નકામા સાબિત થતા હોય છે. કેમ કે જ્યાં ત્યાં ફેલાઈ ચૂક્યા પછી એ વાઈરસમાં માનવ શરીર સામે લડવાની ક્ષમતા રહેતી નથી. બીજા સંજોગોમાં મોટી સંખ્યામાં ફરી વળેલો વાઈરસ રોગપ્રતિકારક શક્તિ સામે નબળો સાબિત થાય. એ સંજોગોને હર્ડ (ટોળું-સમૂહ) ઈમ્યુનિટી (રોગપ્રતિકારક શક્તિ) કહે છે. ભારતમાં આ સ્થિતિ આવી ગઈ હોવાનું નિષ્ણાતો માને છે.
વિવિધ નિષ્ણાતોએ જણાવ્યુ હતુ કે ભારતમાં કેસ ઘટી રહ્યા છે, તેનું એક કારણ હર્ડ ઈમ્યુનિટીની સ્થિતિ છે. બીજું કારણ ભારતની યુવા વસ્તી પણ છે. ભારતના યુવાનોના શરીર કોરોના સામે મજબૂત સાબિત થયા છે. ભારતમાં કેસની સંખ્યા સતત ઘટી રહી છે.
બીજી તરફ હર્ડ ઈમ્યુનિટીની સ્થિતિમાં ખરેખર કેટલા લોકોને કોરોના થયો એ જાણવુ લગભગ અશક્ય છે. નિષ્ણાતોના મતે જ્યારે વાઈરસ ઝડપથી ફેલાતો હતો ત્યારે મોટી સંખ્યામાં લોકોને તેનો ચેપ લાગ્યો હશે. એ વખતે જ હર્ડ ઇમ્યુનિટી વિકસી ચૂકી હશે. આ ઈમ્યુનિટી વિવિધ લોકલ ગૂ્રપ પ્રમાણે વિકસી હશે એમ પણ નિષ્ણાતો માને છે.