Get The App

ઉત્તર ભારતમાં આંધી-વરસાદનો તરખાટ : 21નાં મોત

Updated: May 23rd, 2025

GS TEAM


Google News
Google News
ઉત્તર ભારતમાં આંધી-વરસાદનો તરખાટ : 21નાં મોત 1 - image


- ઉત્તર પ્રદેશમાં વરસાદથી ઓઇલ ફેકટરીનો એક ભાગ તૂટી પડતાં સ્પાર્કથી ફેક્ટરીમાં ભીષણ આગ

- રાજસ્થાનમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત : 47.3 ડિગ્રી સે. તાપમાન સાથે શ્રી ગંગાનગર સૌથી ગરમ : બિકાનેરમાં 46.6 ડિગ્રી

લખનઉ : ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને પવનને કારણે અલગ અલગ ઘટનાઓમાં કુલ ૧૫ લોકોનાં મોત થયા છે. વરસાદને કારણે વૃક્ષો ધરાશયી થવા, મિલકતોને નુકસાન થવું અને ફેકટરીમાં આગ લાગવાની ઘટનાઓ જોવા મળી હતી.

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આંધી અને વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો અને ખેતીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

મેરઠમાં વરસાદ આધારિત ઘટનાઓમાં એક ડોકટર સહિત ત્રણ લોકોનાં મોત થયા છે અને અન્ય આઠ લોકો ઘાયલ થયા છે. દેવબંધના એસડીએમ યુવરાજ સિંહે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને મૃતકોના પરિવારજનો અને ઘાયલોને સરકારી સહાયની ખાતરી આપી હતી.

બદાયુંમાં એક ઓઇલ ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. આ ફેકટરીમાં મેંથા ઓઇલ અને અન્ય કેમિકલ હોવાને કારણે આગ પર નિયંત્રણ મેળવવાનું કાર્ય વધુ મુશ્કેલ બન્યું હતું. 

ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારે પવનને કારણ ફેક્ટરીનો એક તૂટીને ઓઇલ પર પડતા સ્પાર્ક થયો હતો અને તેના કારણે આગ લાગવાનું શરૂ થઇ ગયું હતું. હાઇડ્રોજન સિલિન્ડરને કારણે ફેક્ટરીમાં શક્તિશાળી વિસ્ફોટ પણ થયો હતો.

દિલ્હીમાં આવેલ આંધી તોફાનને કારણે ૯ વર્ષની છોકરી સહિત કુલ ૩ લોકોનાં મોત થયા છે. બુધવાર સાંજે પડેલા ભારે વરસાદને કારણએ ઓછામાં ઓછા ૧૧ લોકો ઘાયલ પણ થયા હતાં.

ગૌતમબુદ્ધ નગર જિલ્લા, નોઇડા અને ગ્રેટર નોઇડામાં ભારે વરસાદને કારણે ત્રણ લોકોનાં મોત થયા છે. ગ્રેટર નોઇડામાં ૨૧ માળની ઇમારતમાંથી ગ્રીલ પડતા ૬૦ વર્ષીય મહિલા અને તેના ચાર વર્ષનાં પૌત્રનું મોત થયું છે. 

રાજસ્થાનમાં તીવ્ર ગરમી પડવાનું ચાલુ રહ્યું છે. શ્રી ગંગાનગરમાં સૌથી વધુ ૪૭.૩  ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. બિકાનેરમાં ૪૬.૬ ડિગ્રી, સાંગૈરિયામાં ૪૬.૫ ડિગ્રી, ચુરુમાં ૪૬.૧ અને જૈસલમાં ૪૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. 

દિલ્હીમાં આંધી, તોફાન અને ભારે વરસાદથી ઉંચાઇવાળા વિસ્તારોમાં ફરકાવવામાં આવેલા ૨૦૦થી વધુ રાષ્ટ્રીય ધ્વજોને નુકસાન થયું છે. રાજધાનીમાં ૫૦૦થી વધુ ઉચાઇવાળા વિસ્તારોમાં ફરકાવવામાં આવેલા રાષ્ટ્રીય ધ્વજોની સારસંભાળ માટે એક ખાનગી એજન્સીને કામગીરી સોંપવામાં આવશે.

બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૨૮ મેથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Tags :