દિલ્હીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, 2 લોકોના મોત, અનેક ફસાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Building collapses in Delhi : દેશની રાજધાની દિલ્હીના ચાવડી બજારમાં એક 3 માળની ઈમારત ધરાશાયી થતા 2 લોકોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં અનેક લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. નિર્માણાધિન ઈમારત અચાનક જ તાશના પત્તાની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. હાલમાં રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલુ છે.
સવારે 9 કલાકે 50 મિનિટે સર્જાઈ દુર્ઘટના
મળતી માહિતી પ્રમાણે, સવારે 9 કલાકે 50 મિનિટે આ દુર્ઘટના થઈ હતી. ચાવડી બજાર મેટ્રો સ્ટેશનની સામે આ ઈમારત ધરાશાયી થઈ છે. 5 જેટલી ફાયર વિભાગની ગાડીઓ હાલમાં ઘટના સ્થળે પહોંચી છે અને રાહત કાર્યમાં જોડાઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે, ઈમારત નીચે દટાયેલા લોકોને બચાવવા માટે પૂર જોશમાં કામગીરી ચાલી રહી છે.
ઘટનાસ્થળે ભારે અફરાતફરીનો માહોલ
નોંધનીય છે કે, દિલ્હીમાં પાછલા કેટલાક સમયમાં ઈમારત ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. સ્થળ પર સાંકડા રોડના કારણે ફાયર વિભાગને રાહત કાર્યમાં ઘણી મુશ્કેલી સર્જાઈ રહી છે. ઈમારત ધરાશાયી થતા ઘટનાસ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
એક વ્યક્તિને બચાવી હોસ્પિટલ ખસેડાયો
એમ્બ્યુલન્સ મારફતે એક ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. દિવાળીની ભીડના કારણે વિસ્તારમાં અવર-જવરમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે ઘટનાસ્થળે બચાવ ટીમ પહોંચી ગઈ છે અને દટાયેલા લોકોને સુરક્ષિત બહાર નીકાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.




