Get The App

કાર ચલાવતા હોવ તો થઈ જાઓ સાવધાન! આ 3 ભૂલો થઈ શકે છે જીવલેણ, આજે જ સુધારો તમારી આદત

કેટલીકવાર ખરાબ આદતોને કારણે અકસ્માતો થાય છે.

વાહન ચલાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

Updated: Jul 8th, 2023

GS TEAM

Google News
Google News
કાર ચલાવતા હોવ તો થઈ જાઓ સાવધાન! આ 3 ભૂલો થઈ શકે છે જીવલેણ, આજે જ સુધારો તમારી આદત 1 - image
Image Envato 

તા. 8 જુલાઈ 2023, શનિવાર

ગાડી ચલાવવી એ એક જવાબદારી વાળુ કામ છે. અને તેમા પણ કાર જેવું મોટું વાહન ચલાવતા હોવ ત્યારે તમારી જવાબદારી ઘણી વધી જાય છે. ક્યારેક રસ્તામાં એક નાની ભૂલના કારણે મોટો અકસ્માત થઈ શકે છે. તેથી જ સરકાર લોકોને સ્પીડ અને ટ્રાફિક નિયમો વિશે વિવિધ પ્રકારના ચેતવણી આપતા સાઈન બોર્ડ રોડ પર લગાવવામાં આવે છે.

1. ડ્રાઇવિંગ કરતી વખતે મીરર બરોબર સેટ કરો 

ઘણા લોકો કાર ચલાવતી વખતે રિયર વ્યુ મિરર સેટ સેટ કરતા હોય છે. જેના કારણે માર્ગ પરથી ધ્યાન ભટકવાનો ભય રહે છે. કાર ચલાવતી વખતે રીઅર વ્યુ મિરરને ક્યારેય સેટ ન કરવો જોઈએ. આમ કરવાથી તમારું ધ્યાન રસ્તાની આગળ નહીં પણ પાછળની તરફ જાય છે. જ્યારે પણ તમે કાર ચલાવો ત્યારે કાર સ્ટાર્ટ કરતા પહેલા રિયર વ્યુ મિરર ખોલીને બરોબર સેટ કરી લેવો જોઈએ. 

2. ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમનો ઉપયોગ

કેટલાક રોડ અકસ્માતમાં ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમના કારણે ધ્યાન ભટકવાની વાત પણ સામે આવી છે. જો કે કારની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ તમને ઘણી સુવિધાઓ આપે છે પરંતુ જો તમને તેનો ઉપયોગ કરવાની આદત પડી જશે તો તે તમારા માટે જોખમ ઊભું કરી શકે છે. તે ડ્રાઇવિંગ કરતી વખતે ફોન પર વાત કરવા જેટલું જોખમી છે.

3. પાછળની વિન્ડસ્ક્રીનને અવરોધિત કરવી

ઘણા લોકો પાછળના વિન્ડસ્ક્રીનની પાસે સામાન મુકતા હોય છે જેનાથી ડ્રાઈવરને પાછળની સાઈડમાં જોવામાં અવરોધ આવે છે. આવુ કરવાથી ડ્રાઈવરને  પાછળથી આવતી ગાડીઓ વિશે ખબર રહેતી નથી. આવી સ્થિતિમાં રોડ અકસ્માતનું જોખમ વધી જાય છે. એક વાતનું ખાસ ધ્યાનમાં રાખો કે વાહનની પાછળની વિન્ડસ્ક્રીન હંમેશા સ્પષ્ટ દેખાતી હોવી જોઈએ અને ત્યા એવી કોઈ પણ વસ્તુ ન મુકવી જોઈએ જે પાછળનું દૃશ્ય બરોબર ન દેખાય.