Image Source: Twitter
નવી દિલ્હી, તા. 19 મે 2023 શુક્રવાર
ભારતના વધુ ચાર નાગરિકોએ દુનિયાનો સૌથી ઊંચો શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરીને પોતાનું નામ ઈતિહાસના પાને નોંધાવી દીધુ છે. ભારતની યશી જૈન, મિથિલ રાજુ, સુનીલ કુમાર અને પાંખી હેરિસ છેદએ 17 મે એ માઉન્ટ એવરેસ્ટ સફળતાપૂર્વક સર કર્યો.
આ જાણકારી આયોજકો તરફથી ગુરૂવારે આપવામાં આવી છે. આ અભિયાનના આયોજક સટોરી એડવેન્ચરના મેનેજિંગ ડાયરેક્ટર ઋષિ ભંડારીએ આ જાણકારી આપી છે. તેમના જણાવ્યા અનુસાર બુધવારના દિવસે 25 વર્ષની યશી જૈન, 17 વર્ષના મિથિલ રાજૂ, 32 વર્ષના સુનીલ કુમાર અને 32 વર્ષીય પાંખી હેરિસ છેદએ સફળતાપૂર્વક માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યો. જેમાંથી યશી જૈન અને સુનીલ કુમારે લ્હોત્સેનો શિખર સફળતાપૂર્વક સર કર્યો.
ઋષિ ભંડારીના જણાવ્યા અનુસાર સુનીલ કુમારે માઉન્ટ એવરેસ્ટ સફળતાપૂર્વક સર કર્યાના લગભગ 23 કલાક બાદ દુનિયાના ચોથા સૌથી ઊંચા પર્વત લ્હોત્સેએ સર કર્યો. યશી જૈને પણ માઉન્ટ એવરેસ્ટ સર કર્યા બાદ માઉન્ટ લ્હોત્સેનો શિખર સર કર્યો. યશી જૈને માઉન્ટ એવરેસ્ટ બાદ માઉન્ટ લ્હોત્સે સર કરવામાં લગભગ 26 કલાકનો સમય લીધો.
ઉલ્લેખનીય છે કે માઉન્ટ લ્હોત્સે દુનિયાનો સૌથી ઊંચો શિખર છે. તેની ઊંચાઈ 8516 મીટર છે. આ અઠવાડિયે પાંચ વિદેશીઓ સહિત કુલ 19 પર્વતારોહી દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર પહોંચ્યા. શેરપા ગાઈડ્સ તે સેંકડો પર્વતારોહકો માટે રસ્તો બનાવશે જે આગામી અમુક અઠવાડિયામાં દુનિયાના સૌથી ઊંચા શિખરને સર કરવા માટે નીકળશે.
માઉન્ટ એવરેસ્ટ માટે જારી થયા રેકોર્ડ પરમિટ
માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે પર્વતારોહીઓને પહેલા પરમિટ લેવાની હોય છે જેને નેપાળ સરકાર તરફથી આપવામાં આવે છે. અધિકારીઓ અનુસાર આ વર્ષે એવરેસ્ટ સર કરવા માટે રેકોર્ડ પરમિટ જારી કરવામાં આવી છે. નેપાળ સરકારે આ વર્ષે માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે રેકોર્ડ 466 પરમિટ જારી કર્યા છે.
ગયા મહિને 3 પર્વતારોહી લાપતા થઈ ગયા
ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ એપ્રિલ મહિનામાં માઉન્ટ એવરેસ્ટ સર કરવા નીકળેલા પર્વતારોહીઓની સાથે દુર્ઘટના ઘટી હતી. માઉન્ટ એવરેસ્ટ પર હિમસ્ખલન થયુ હતુ. હિમસ્ખલનના કારણે 3 પર્વતારોહી લાપતા થઈ ગયા હતા. આ ત્રણેય પર્વતારોહી નેપાળના રહેવાસી હતા. તાજેતરમાં જ માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પમાં તબિયત બગડવાથી એક ભારતીય પર્વતારોહીનું મોત નીપજ્યુ હતુ.


