અર્થ અવર ડેની આ તસવીરો- વીડિયો તમને મંત્રમુગ્ધ કરી દેશે, ક્લાઈમેટ ચેન્જ વિરુદ્ધ જાગૃકતાનો પુરાવો
આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પણ તેમની ઓફિસ અને ઘરની લાઇટો બંધ કરીને અર્થ અવર ડેની ઉજવણી કરી
image : Twitter |
શનિવારે સમગ્ર વિશ્વમાં અર્થ અવર ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે, રાત્રે 8.30 થી 9.30 વાગ્યા સુધી, કરોડો લોકોએ સ્વેચ્છાએ એક કલાક માટે લાઇટ બંધ કરી હતી. આ અવસરે આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પણ તેમની ઓફિસ અને ઘરની લાઇટો બંધ કરીને અર્થ અવર ડેની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે મીણબત્તી પ્રગટાવીને કામ કરવાનું ચાલુ રાખ્યું.
કોલકાતા, મુંબઈમાં પણ અર્થ અવર ડે ઉજવવામાં આવ્યો
અર્થ અવરની ઉજવણી માત્ર આસામમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં કરવામાં આવી હતી. કોલકાતાના ઐતિહાસિક હાવડા બ્રિજ પરની લાઈટો ઊર્જા બચાવવા માટે એક કલાક માટે બંધ કરી દેવામાં આવી હતી. મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ ખાતે પણ રાત્રે 8.30 થી 9.30 વચ્ચે લાઇટ બંધ કરીને અર્થ અવર ડેની ઉજવણી કરવામાં આવી હતી. દિલ્હીના અક્ષરધામમાં પણ આ વખતે લાઇટો બંધ કરી દેવામાં આવી હતી.
#WATCH | Lights switched off at Mumbai's Chhatrapati Shivaji Maharaj Terminus for an hour from 8.30 pm to 9.30 pm to mark the #EarthHour pic.twitter.com/1XOD6zejPP
— ANI (@ANI) March 25, 2023
અર્થ અવર ડે છે શું?
અર્થઅવર એક વૈશ્વિક આંદોલન છે. વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર આંદોલન હેઠળ દુનિયાભરમાં ઊર્જા બાબતો અંગે ચિંતિત વ્યક્તિ દર વર્ષે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે સ્થાનિક સમય અનુસાર 8:30 PM થી 9:30 PM સુધી ઘર, મોહલ્લા અને અન્ય સ્થળોએ વીજળીનો પ્રયોગ બંધ કરીને ફક્ત મીણબત્તીનો ઉપયોગ કરે છે. આ પ્રયાસોનું લક્ષ્ય ઊર્જા પ્રત્યે પ્રજામાં જાગૃકતા લાવવા અને ખાસ કરીને વીજળીનો ઉપયોગ સમજી વિચારીને કરવાનો છે. અર્થઅવર ઉજવવાની પરંપરા ઓસ્ટ્રેલિયામાં શરૂ થઇ હતી. 2007માં સિડનીથી આ પરંપરા શરૂ કરાઈ હતી.
સીએમ હિમંતા બિસ્વા સરમા, અશોક ગેહલોતે પણ કરી ઉજવણી
તેનો વીડિયો આસામના મુખ્યમંત્રી ટ્વિટર હેન્ડલ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તેમાં કેપ્શન છે કે અર્થ અવર ડે મનાવવાના હેતુથી સીએમ હિમંતા બિસ્વા સરમાએ રાત્રે 8.30 થી 9.30 સુધી જનતા ભવનની લાઇટ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ દરમિયાન, આખા કેમ્પસમાં અંધારું રહ્યું અને હિમંતાએ મહત્વપૂર્ણ મીટિંગ્સ અને મીણબત્તીઓ દ્વારા કામ કરવાનું ચાલુ રાખ્યું.
એફિલ ટાવરની લાઇટો પણ બંધ કરાઈ
પેરિસમાં પણ વિશ્વ પ્રસિદ્ધ એફિલ ટાવરની લાઈટો બંધ કરીને અર્થ અવર ડેની ઉજવણીમાં ફ્રાન્સની સહભાગીતા રહી હતી. અર્થ અવર ડેનો હેતુ પૃથ્વીને સુધારવા માટે એકતાનો સંદેશ આપવાનો છે. વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર દ્વારા દર વર્ષે માર્ચના છેલ્લા શનિવારે અર્થ અવર ડેનું આયોજન કરવામાં આવે છે.