નવી શિક્ષણ નીતિ પ્રમાણે સ્કૂલિંગ સિસ્ટમમાં આ 4 સ્ટેજ હશે જરૂરી, પ્રેક્ટીકલ નોલેજને પ્રોત્સાહન મળશે
5 એટલે કે પહેલુ સ્ટેજ કે જે આંગણવાડી અથવા પ્રી- સ્કુલ શિક્ષણ
તા. 12 એપ્રિલ 2023, બુધવાર
રાષ્ટ્રિય શિક્ષણ નીતિ અનુસાર સ્કુલના શિક્ષણમાં મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત શિક્ષણ પ્રદ્ધતિ જે પહેલા 10+2 ચાલુ છે. તેમા ફેરફાર કરવામાં આવશે અને નવી સિસ્ટમ ચાર સ્ટેજ પ્રમાણે ચલાવવામાં આવશે. હવે શિક્ષણ નીતિમાં ફેરફાર કરી 5+3+3+4 નું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે.
સરકાર તરફથી શિક્ષણ નીતિને લાગુ કરતા સ્કુલના શિક્ષણમાં બદલવાની વાત કરી હતી. તેમાં કહ્યુ હતું કે, હવે બાળકોને રોટે લર્નિંગને બદલે પ્રયોગાત્મક નોલેજ દ્વારા શીખવવામાં આવશે.
5+3+3+4 વાળા ચાર સ્ટ્રક્ચરમાં શું છે
આ નવી નીતિમાં નવી પ્રદ્ધતિ તૈયાર કરવાની વાત કરવામાં આવી છે. જેમાં 3 વર્ષથી 18 વર્ષની ઉંમર સુધીના બાળકો માટે આ ચાર સ્ટેજનું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યુ છે. જેમા 5 નો મતલબ ફાઉન્ડેશનલ વર્ષથી શરુ કરવામાં આવશે. અને તેને બે ભાગમાં વહેચવામાં આવશે.
નવી નીતિ પ્રમાણે 5 એટલે કે પહેલું સ્ટેજ જેમાં આંગણવાડી અથવા પ્રી- સ્કુલના 3 વર્ષ છે, બાકીના બે વર્ષ પ્રાથમિક સ્કુલમાં હશે. 5 પછી 3 છે, તેમાં 1 થી 2 ગ્રેડ એક સાથે સમાવેશ હશે. એ પછીના 3 ની વાત કરીએ તો તેમા ગ્રેડ 3 થી લઈને 5 સુધી કરવામાં આવશે. તેના પછી ફરી 3 છે તેમાં ગ્રેડ 6 થી 8 સુધી સમાવેશ કરવામાં આવ્યો છે. અને છેલ્લે 4 છે તેમાં ગ્રેડ 9 થી 12 સુધી વિભાજીત કરવામાં આવ્યો છે.
- ક્રમ લેવલ સ્ટેજ ક્લાસ
- 1 5 ફાઉન્ડેશન સ્ટેજ ધોરણ 1 થી 2 પ્રી- સ્કુલિંગ શિક્ષણ
- 2 3 પ્રીપ્રેટરી સ્ટેજ ધોરણ 3 થી 5
- 3 3 મિડલ સ્ટેજ ધોરણ 6 થી 8
- 4 4 સેકેન્ડરી સ્ટેજ ધોરણ 9 થી 12
નવી શિક્ષણ નીતિ પ્રમાણે છઠ્ઠા ધોરણથી જ વિદ્યાર્થીઓ પર સ્કિસ પર ધ્યાન આપવામાં આવે છે. જેમાં બાળકોને પ્રોફેશનલ નોલેજ પર વધારે પ્રોત્સાહન આપવામાં આવશે. આ ઉપરાંત બાળકોને ઈન્ટર્નશિપ પણ કરાવવામાં આવશે.