For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સફળતાનો કોઇ શોર્ટકટ નથી : મોદી 'સર'ની સલાહ

Updated: Jan 27th, 2023

Article Content Image

- 'પરીક્ષા પે ચર્ચા'માં વડાપ્રધાનનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ

- માતા પિતાએ વારંવાર પોતાના બાળકોને ટોક ટોક ના કરવા જોઇએ, તેનાથી તેમનો ગુસ્સો વધે છે : નરેન્દ્ર મોદી   

- વિદ્યાર્થીઓએ સ્માર્ટફોન કરતા પોતાની સ્માર્ટનેસ પર વધુ ધ્યાન આપવું અને માતા પાસેથી ટાઇમ મેનેજમેન્ટ શીખવું જોઇએ : વડાપ્રધાન

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે સફળ થવા માટે ક્યારેય પણ શોર્ટકટનો રસ્તો ના અપનાવશો. છેતરપિંડી એક કે બે પરીક્ષાઓમાં સફળતા અપાવી શકે પણ લાંબી રેસમાં સફળ થવા માટે મદદરૂપ નહીં થઇ શકે. પરીક્ષા પે ચર્ચાના છઠ્ઠા એડિશન પર ચર્ચા કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષાની ચિંતા પર વાત કરી હતી.  તેમણે સ્માર્ટફોન કરતા પોતાની સ્માર્ટનેસ પર ધ્યાન આપવા માટે કહ્યું હતું. 

મોદીએ કહ્યું હતું કે ચીટિંગ કોઇને એક કે બે પરીક્ષામાં મદદરૂપ થઇ શકે છે પણ લાંબાગાળે તેનો કોઇ ફાયદો નથી. કોઇના સોશિયલ સ્ટેટસ પર અપેક્ષા રાખવી ખોટી બાબત છે. માતા પિતાએ પણ અન્યોના સોશિયલ સ્ટેટ્સ જોઇને દબાણ ના બનાવવું જોઇએ. ક્રિકેટર દર્શકોના દબાણમાં ચોકા-છક્કા નથી લગાવતા. આપણે કોઇ પણ પ્રકારના દબાણમાં ન રહેવું જોઇએ. જો વિદ્યાર્થીઓએ ટાઇમ મેનેજમેન્ટ શીખવું હોય તો પોતાની માતા પાસેથી શીખી શકે છે. માની પાસે ઘરમાં સૌથી વધુ કામ હોય છે. તેમ છતા સમય મેનેજ કરી લે છે. કામ ના કરવાથી થકાન થાય છે. કામ કરવાથી સંતોષ મળે છે. 

વડાપ્રધાને કહ્યું કે માત્ર મનપસંદ વિષયોમાં વધુ સમય ના લગાવવો જોઇએ. સૌથી કઠીન વિષયને સૌથી વધુ સમય આપવો જોઇએ. સમસ્યાનું આરામથી સમાધાન કાઢવું જોઇએ. પરીક્ષામાં છેતરપિંડી પર વાત કરતા મોદીએ કહ્યું કે આવુ થવાથી મહેનત કરતા બાળકો દુ:ખી થાય છે. મોદીએ કહ્યું કે જેટલો સમય બાળકો નકલ કરવાના રસ્તા શોધવા પાછળ આપે છે એટલો સમય વાંચન પર આપે તો અભ્યાસ પર ધ્યાન આપી શકશે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે કેટલાક કોચિંગ વાળા પણ ચીટિંગમાં મદદ કરે છે. નકલ કરનારા એક બે પરીક્ષાઓ તો પાસ કરી લેશે પણ જિંદગીની પરીક્ષામાં પાસ નહીં થઇ શકે. એવા પણ લોકો છે કે જે બહુ મહેનત કરતા હોય છે પણ કેટલાક લોકો માટે વધુ મહેનત તેમના જીવનના શબ્દકોશમાં હાજર નથી હોતી. 

વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતા મોદીએ કહ્યું કે વિદ્યાર્થીઓને એવુ લાગે છે કે તેમના કરતા મોબાઇલ જેવા ગેજેટ્સ વધુ સ્માર્ટ હોય છે પણ હકીકતમાં એવુ નથી હોતુ, આજકાલ લોકો દરરોજ છ કલાક મોબાઇલ સ્ક્રીન પર વિતાવે છે. ગેજેટ્સ આપણને ગુલામ બનાવી દે છે. ગેજેટ્સનો ઉપયોગ જરૂરતના હિસાબે કરવો જોઇએ. દિવસમાં થોડો સમય ડિજિટલ ફાસ્ટિંગ કરવું જોઇએ. માતા પિતાએ પોતાના બાળકોને વારંવાર ટોક ટોક ના કરવા જોઇએ. બાળકોને વારંવાર ટોકવાથી ગુસ્સો આવી જતો હોય છે. પીએમ મોદીએ આ દરમિયાન અલગ અલગ ભાષાઓ શીખવા પર ભાર મુક્યો હતો. 

તેમણે કહ્યું હતું કે વધુમાં વધુ ભાષા શીખવાથી દરેક પ્રકારના લોકોથી બોન્ડ બનાવવામાં સરળતા રહે છે. આ દરમિયાન મોદીએ કહ્યું હતું કે મારી સરકાર આમ નાગરિકો પર પુરુ ધ્યાન આપી રહી છે. સમગ્ર વિશ્વ સમક્ષ હવે ભારત જળહળી રહ્યું છે. 

Gujarat